બાઇડન ટ્રમ્પના માર્ગેઃ ચીનની વધુ 28 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો
05, જુન 2021

વોશિંગ્ટન-

અમેરિકામાં સત્તા પરિવર્તન બદલાયા છતાંય ચીન સાથેના સંબંધોમાં બહું વધુ ફરક નથી પડયો. બાયડન તંત્રે ગુરૂવારે પૂર્વ ટ્રમ્પ સરકારની બનાવેલ બ્લેકલિસ્ટમાં ચીનની ૨૮ કંપનીઓને નાખી છે. બ્લેકલિસ્ટમાં જે કંપનીઓના નામ છે, તેમાં અમેરિકી રોકાણકારોને પૈસા લગાવવાની મંજૂરી નથી. અમેરિકાનું માનવું છે કે, આ કંપનીઓ ચીનની સરકારને જે સૈન્ય અને સુરક્ષા ઉપકરણો આપી રહી છે તેનો દુરૂપયોગ થઈ રહ્યો છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં અવાંછીત કારોબારી સંબંધો અંગે ચીનની ૩૧ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. અમેરિકાની સરકાર મુજબ, આ કંપનીઓ ચીનની સેના અને સુરક્ષા એજન્સીઓને સૈન્ય સાધન-સરંજામ સપ્લાય કરી રહી છે અથવા સપોર્ટ કરી રહી છે, જેનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ચીનની અમુક અન્ય કંપનીઓને બેનના દાયરામાં લાવવાથી અમેરિકી સરકારના બનાવેલ આ બ્લેકલિસ્ટમાં સામેલ કંપનીઓની સંખ્યા ૫૯ થઈ ગઈ છે.જાે બાયડન પ્રશાસને જે કંપનીઓને બ્લેકલિસ્ટમાં નાખી છે, તેમાં મોટાભાગે ચીન સરકારને સવલાંસ ટેકનોલોજી પ્રદાન કરે છે. ચીન એ કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ વિરોધીઓના અવાજને દબાવવા અને માનવાધિકારનો ભંગ કરવામાં કરે છે, આવો અમેરિકી સરકારનો આરોપ છે. તેમનું કહેવું છે કે, ચીન આમ કરીને અમેરિકા અને તેના સહયોગીઓની સુરક્ષાને ખતરો પેદા થાય છે અને તેના લોકતાંત્રિક મૂલ્યને નબળું પાડે છે. ચીની કંપનીઓની અમેરિકી બ્લેકલિસ્ટમાં ટેલિકોમ, કન્ટ્રકશન અને ટેકનોલોજી સેકટરની મોટી કંપનીઓ સામેલ છે. તેમાં ચાઈના મોબાઈલ, ચાઈના ટેલિકોમ, વીડિયો સર્વિલાંસ કંપની હાઈકવિજન અને ચાઈના રેલવે કન્સ્ટ્રકશન કોર્પનું નામ છે. ચીન વિરૂદ્ઘ અમેરિકી સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાઓથી બન્ને દેશો વચ્ચેના સંબંધો ઘણાં તણાવપૂર્ણ થઈ ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution