ભવિષ્યમાં હવે વાહનો માટે માત્ર E20 પેટ્રોલનો જ વિકલ્પ મળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 | 1584
જો તમે પણ પેટ્રોલ કાર કે ટુ-વ્હીલર ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશભરમાં અત્યારે E20 પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ, તેના ઉપયોગથી વાહનો ખરાબ થવાના દાવાઓ થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગાડીઓ બગડવાના સમાચાર તદ્દન ખોટા છે અને આ એક સુનિયોજિત નેરેટિવ છે. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે E20 ફ્યુઅલના કારણે બંધ પડી હોય તેવી એક પણ કાર બતાવો. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં E20 પેટ્રોલ જ શુદ્ધ પેટ્રોલ તરીકે મળશે અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય, તેમજ આ ઇંધણ સસ્તું પણ નહીં થાય. બીજી તરફ વડોદરાના ઓટો ફોરમેનો અને ગેરેજ એક્સપર્ટ્સનો દાવો છે કે E20 ઇંધણના કારણે ગાડીઓના એન્જિન પંપ વારંવાર બગડી રહ્યા છે અને વાહનોની એવરેજમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેઓ E20 ઇંધણના ઉપયોગને લઈને શું કહી રહ્યા છે, આવો જોઈએ આ વિગતવાર અહેવાલમાં..