07, નવેમ્બર 2020
693 |
મુંબઇ
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો રિયાલીટી શો બિગ બોસ કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. ઘરની અંદર બંધ સ્પર્ધકો વચ્ચેની લડાઈ હોય કે પછી વિવાદીત નિવેદનો. હાલમાં આવ જ એક બિગ બોસ 10ના વિનરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડીયો છે મનવીર ગુર્જરનો.
આ વાઈરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મનવીર ગુર્જર ખેતરમાં કામ કરી રહ્યો છે. આ વિડીયોને શેર કરતા મનવીરે લખ્યું છે કે રૂટ'. એટલે કે મૂળ. તમને જણાવી દઈએ કે મનવીર બિગબોસ 10નો વિનર રહ્યો હતો. આ સીઝનમાં મનવીર અને મનુની દોસ્તી દર્શકોને ખુબ પસંદ આવી હતી. મનવીરનો આ વિડીયો સામે આવ્યા બાદ કેટલાક યૂઝર્સ એવું પણ કહી રહ્યા છે કે જુઓ બિગ બોસના વિનરને ખેતી કરવાના દિવસો આવ્યા.
પરંતુ તમને જણાવી દઈએ કે મનવીર ગુર્જર નોઈડાના અગાહપુરનો રહેવાસી છે. તે 2016માં બિગબોસ 10માં આવ્યો તે પહેલા જ ખેતી કામ અને ડેરી ફાર્મનો બિઝનેસ કરતો હતો. તે એક સામાન્ય કંટેસ્ટેટ તરીકે બિગબોસમાં આવ્યો હતો અને ટીવી સેલેબ્સની વચ્ચે બિગ બોસમાં એટલો છવાઈ ગયો કે તે 10મી સીઝનનો વિનર બની ગયો હતો.