/
બિગ બોસ : પુત્રની ભૂલ પર સિંગર કુમાર સાનુએ માંગી માફી

મુંબઇ 

'બિગ બોસ 14'ના કન્ટેસ્ટન્ટ જાન કુમાર સાનુ મરાઠી ભાષાને લઈને આપેલા સ્ટેટમેન્ટને લઈને વિવાદમાં છે. આ વચ્ચે ચેનલે માફી માગી છે. ખુદ જાનનો પણ માફીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. હવે જાનના પિતા કુમાર સાનુએ એક વીડિયો રિલીઝ કરીને દીકરાના સ્ટેટમેન્ટ પર માફી માગી છે. આ વીડિયો મારફતે તે તેના પરિવારથી દૂર રહે છે તે વાત પણ સામે આવી છે.

વીડિયોમાં કુમારે કહ્યું કે તે તેના પરિવારથી 27 વર્ષથી દૂર રહે છે. આ વીડિયોમાં તેમણે દીકરાઓનો ઉછેર કરનારી તેમની માતા રીટા પર પણ સવાલ ઉઠાવ્યા. આટલું જ નહીં તેમણે બાલાસાહેબ ઠાકરે સાથેના તેમના વ્યવહારનો પણ ઉલ્લેખ કર્યો. આ વીડિયો ટીવી9 ની જર્નલિસ્ટ શિવાંગી ઠાકુરે તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

જાનની માફીનો વીડિયો ચેનલે પણ રિલીઝ કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, જાન કુમાર સાનુની માફી જે તેણે મરાઠી ભાષા સાથેના તેના સંબંધ પર બિગ બોસના એપિસોડમાં કરી હતી. જે 27 ઓક્ટોબરે ટેલિકાસ્ટ થયો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution