દિલ્હી-

સુપ્રીમ કોર્ટે બિહારના કોવિડ-19 મુક્ત થઈ જવા સુધી રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને સ્થગિત કરવાને લઈ દાખલ અરજી પર શુક્રવારે વિચાર કરવાની મનાઈ ફરમાવી દીધી. કોર્ટે કહ્યું કે આ અરજી અપરિપક્વ છે. જણાવી દઈએ કે રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે.

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અશોક ભૂષણે કહ્યું કે કોવિડ-19 ચૂંટણી સ્થગિત કરવાનો આધાર ન હોઈ શકે. ખાસકરીને ત્યારે જ્યારે ચૂંટણીની જાહેરાત કરનારી અધિસૂચના પણ જારી ન કરવામાં આવી હોય. આ અનુચ્છેદ 32 અંતર્ગત અક ખોટી અરજી છે, અમે આ અરજી પર વિચાર ન કરી શકીએ. જ્યારે ન્યાયમૂર્તિ એમઆર શાહે કહ્યું કે, ચૂંટણી આયોગ તમામ આવશ્યક સાવધાની વરતશે અને દરેક ચીજ પર વિચાર કરશે. તમને (અરજીકર્તા) કેમ લાગે છે કે આ વાતો પર વિચાર નહીં કરે?