મુંબઈ-

એક્સઆરપીના ભાવ નીચામાં ૧૨૭થી ૧૨૮ સેન્ટ તથા ઉંચામાં ૧૪૦થી ૧૪૧ થઈ ૧૩૬થી ૧૩૭ સેન્ટ રહ્યા હતા, ટ્રેડિંગ વોલ્યટુમ ૪.૭૦ અબજથી વધી આજે ૬.૧૮ અબજ ડોલર થયું હતું તથા ભાવ ઉછળતાં તેનું માર્કેટ કેપ ૧૨૭થી ૧૨૮ અબજથી વધી ૧૪૧ અબજ થઈ ૧૩૬થી ૧૩૭ અબજ ડોલર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.ક્રિપ્ટો કરન્સીની વિશ્વ બજારમાં આજે તેજીની ચાલ આગળ વધી હતી. બિટકોઈનના ભાવ ઉછળી ઉંચામાં ૫૨ હજાર ડોલરની સપાટી પાર કરી ગયા હતા. મિડકેપ ઈથેર તથા સ્મોલ કેપ એક્સઆરપીના ભાવ પણ ઉંચા જતા જાેવા મળ્યા હતા. દરમિયાન, બિટકોઈન અને ઈથેરીયમની અપડેટ ટીપજાર મારફત વપરાશકારો સુધી પહોંચાડવા ટવીટરે પ્રયત્નો યાદ કર્યાના નિર્દેશો આજે મળ્યા હતા. દરમિયાન, લાર્જ કેપ બિટકોઈનના ભાવ આજે નીચામાં ૫૦૧૧૨થી ૫૦૧૧૩ ડોલર તથા ઉંચામાં ૫૨૨૧૭થી ૫૨૨૧૮ થઈ ૫૧૬૬૭થી ૫૧૬૬૮ ડોલર રહ્યા હતા.

બિટ કોઈનમાં આજે ૯૬૫થી ૯૬૬ મિલીયન ડોલરનું ટ્રેડિંગ થયું હતું તેના ભાવ વધતાં તેનું માર્કેટ કેપ ૯૪૪થી ૯૪૫ અબજ થી વધી આજે ૯૭૫થઈ ૯૭૧થી ૯૭૨ અબજ ડોલર થયાના નિર્દેશો મળ્યા હતા. ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ ઉપર બિટ કોઈનના ભાવોએ ગોલ્ડન ક્રોસ ઓવરના સ્વરૂપમાં મહત્ત્વની પ્રતિકાર સપાટીઓ પાર કરતાં તેજી આગળ વધવાના સંકેતો વહેતાં થયા હોવાનું બજારના સૂત્રોએ ઉમેર્યું હતું. દરમિયાન, મિડકેપ ઈથેરના ભાવ આજે નીચામાં ૩૮૬૮થી ૩૮૬૯ ડોલર તથા ઉંચામાં ભાવ ૩૯૮૨થી ૩૯૮૩ થઈ ૩૯૩૨થી ૩૯૩૩ ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે ૭૨૦થી ૭૨૧ મિલિયન ડોલરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું તથા માર્કેટ કેપ ૪૫૯થી ૪૬૦ અબજથી વધી ૪૬૦થી ૪૬૧ અબજ ડોલર થયું હતું. સ્મોલ કેપ ક્રિપ્ટોમાં એક્સઆરપી, ડોજેકોઈન, પોલકાડોટ વિ.ના ભાવ આજે ૫થી ૬ ટકા ઉછળ્યા હતા.