વલસાડ-

પરીયાથી પારડી આવતા રોડ પર ભેંસલાપાડા નજીક આવેલા ખાડીના નવા પુલ પરથી પસાર થતી એક રિક્ષાના ચાલકે કોઈ કારણસર કાબૂ ગુમાવી મુકતા રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષામાં મુસાફરી કરી રહેલા 3 મુસાફરોને પણ ઈજા પહોંચી હતી. રિક્ષામાં સવાર ચેતન સોમાલાલ ચૌહાણ અને હીનાબેન ચેતનભાઈ ચૌહાણ અને નિશાબેન રાજદીપ પટેલ એમ 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને પગલે 108 ઈમરજન્સી એમ્બુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય ઈજાગ્રસ્તોને પારડી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ, પારડી ભેંસલાપાડા નજીકના નવા બ્રિજ પર બનેલી આ ઘટનામાં મુસાફરોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.વલસાડના પારડી-પરિયા રોડ ઉપર આવેલી કોઠાર ખાદી નજીક રિક્ષાચાલકે કાબૂ ગુમાવતા પેસેન્જર ભરેલી રિક્ષા પલટી મારી ગઈ હતી. જ્યારે રિક્ષામાં સવાર 3 પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.