ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બીજેપીના 6 મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાથી યાદી વિલંબમાં પડી હતી જો કે ભાજપે 6 મહાનગર માટે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે.


ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો પર વિજય મેળવવાના ઉદ્દેશ્યથી રાજકોટ મહાનગર પાલીકાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર નવા ચહેરાનો તક આપવામાં આવી છે, તો કેટલીક બેઠકો પર અપેક્ષીત રીતે જુના ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે.