ગાંધીનગર/હિંમતનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે આજે કરેલા એક નિવેદને ભાજપના ધારાસભ્યોની ઊંઘ ઉડાવી દીધી છે. તેમણે એવું નિવેદન કર્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૦ જેટલા નવા ચહેરાઓને તક આપવામાં આવશે. કારણ કે, રાજયમાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપની સરકાર કાર્યરત છે ત્યારે ભાજપ સામે એન્ટિ ઇન્કમબન્સીનો ખતરો તોળાય રહ્યો છે. જેના કારણે ભાજપ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના તમામ મંત્રીઓને ઘરે બેસાડી દીધા છે. પક્ષના આવા ર્નિણયથી ભાજપના સિનિયર ધારાસભ્યો આઘાતમાંથી બહાર નથી આવ્યા નથી. ત્યાં જ પ્રદેશ પ્રમુખ પાટિલે કરેલા આ ધડાકાથી ભાજપના ધારાસભ્યોમાં હડકંપ મચી જવા પામ્યો છે.  

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પેજ પ્રમુખના કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે આગામી વર્ષ ૨૦૨૨ માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ પાટિલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમ ૧૦૦ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ટિકિટ આપતા અગાઉ પક્ષ દ્વારા પાંચથી છ જેટલાં સરવે કરવામાં આવે છે. આ સરવે થયા બાદ ટિકિટ ઉપરના લેવલેથી નક્કી કરવામાં આવે છે.

પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ધારાસભ્યોના કામને પણ જાેવામાં  આવશે. ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં લોકો સુધી જઈને કેટલા કામો કર્યા છે, તેનું આંકલન કર્યા બાદ જે તે ઉમેદવારની ટિકિટ નક્કી કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની લાગવગશાહી ચલાવવામાં નહીં આવે.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આ નિવેદન કારણે ભાજપના હોદ્દેદારોને પરોક્ષ રીતે ધમકી આપી દીધી છે કે, કોઈનું પદ કાયમી નથી, એટલે કે, જે કાર્યકરો મહેનતથી કામ કરતાં હશે તેમને લોટરી લાગી શકે છે.

હિંમતનગરના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે કરેલા નિવેદનના કારણે પક્ષના અનેક ધારાસભ્યોની અત્યારથી જ ઊંઘ ઊડી જવા પામી છે.

એન્ટિ ઇન્કમબન્સીનો ભય ભાજપને સતાવી રહ્યો

ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સત્તા ઉપર બિરાજમાન છે, જેના કારણે રાજ્યની જનતામાં લોકોના કામો થતાં ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે ભાજપના મોવડી મંડળને લાગી રહ્યું છે કે, હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડી શકે છે. રાજયમાં એન્ટિ ઇન્કમબન્સીના ભય સતાવી રહ્યો છે. જેના કારણે ભાજપના મોવડી મંડળ દ્વારા પક્ષના સિનિયર નેતાઓને કંટ્રોલ રાખવા માટે સી.આર. પાટિલને પ્રદેશ પ્રમુખ બનાવીને તેમને સંગઠનને લઈને વ્યવસ્થિત કામગીરી કરવામાં માટેનો છૂટો દોર આપવામાં આવ્યો છે. જેના કારણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કેટલાક કડક અને મજબૂત પગલાં લઈ રહ્યા છે.

જનતાની નાડ પારખવા માટે કેન્દ્રિય મંત્રીઓ પાસે જન આશીર્વાદ યાત્રા દ્વારા સરવે કરાવ્યો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટિ ઇન્કમબન્સીનો ભય ભાજપને સતાવી રહ્યો છે. જેના કારણે રાજ્યની જનતાની નાડ પારખવા માટે ભાજપ મોવડી મંડળે નવનિયુક્ત કેન્દ્રિય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી. આ જન આશીર્વાદ યાત્રા દ્વારા ગુજરાતની જનતાનો મૂડ જાેવામાં આવ્યો હતો. જેમાં જનતા ઉપર રાજ્ય સરકારની પકડ ઢીલી પડી હોવાનું સામે આવ્યું હતું.

જનતામાં સરકારની પકડ ઢીલી પડતાં આખી રૂપાણી સરકારને બદલી નાખી

કેન્દ્રિય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા દ્વારા કરાયેલા સરવેમાં રાજ્યની જનતા ઉપરથી સરકારની પકડ ઢીલી પડી રહી હોવાનું સામે આવ્યું હતું. આ બાબત સામે આવતા ભાજપના મોવડી મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારને ઘરે બેસાડી દીધી હતી. તેમના સ્થાને ભાજપ સાવ નવા નિશાળિયા એવા પહેલી વખત ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા છે. એટલું જ નહીં, અગાઉની રૂપાણી સરકારમાં રહેલા તમામ મંત્રીઓને પણ ઘરે બેસાડી દીધા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

મંત્રીમંડળમાંથી પડતાં મૂકાયેલા સિનિયર મંત્રીઓને વધુ એક આઘાત

રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વિજય રૂપાણી સરકારમાં રહેલા એક પણ સભ્યોને લેવામાં આવ્યા નથી. જેના કારણે રૂપાણી સરકારમાં રહેલા સિનિયર સભ્યો ભારે આઘાતમાં સરી પડ્યા હતા. ભાજપ સરકારના સિનિયર ધારાસભ્યો મંત્રીમંડળમાંથી પડતાં મૂકાયાના આઘાતમાંથી હજુ માંડ માંડ બહાર આવી રહ્યા છે. ત્યારે આ સંજાેગોમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ૧૦૦ નવા ચહેરાઓને તક આપવાની વાત કરી છે. જેને કારણે ભાજપના સિનિયર ધારાસભ્યોએ ફરીથી નિરાશાની ગર્તામાં સરી પડ્યા છે.

રાઓની થિયરી અપનાવી

ગુજરાતમાં તાજેતરમાં ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા એક પણ સભ્યને ફરીથી ટિકિટ ન આપીને તમામ કોર્પોરેટરોને ઘરે બેસાડી દીધા હતા. આ અગાઉ રાજયમાં યોજાયેલી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર

મહાપલિકામાં પણ ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટાયેલા કોર્પોરેટરોની ટિકિટ કાપીને તેમને ઘરે બેસાડી દઈને તેમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું.