વલસાડ-

વિધાનસભા ની પેટા ચૂંટણી માટે કપરાડા બેઠક ઉપર થી આજે સોમવારે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી એ પોતાના સમર્થકો સાથ કપરાડા મામલતદાર કચેરીમાં ભાજપ ના ચિન્હ ઉપર થી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.

હાલ માં ભાજપ દ્વારા અહીં ચૂંટણી માટે પ્રચાર સહિત ની રણનીતિ તૈયાર કરાઇ રહી છે અને કપરાડા સ્થિત ભાજપ કચેરી અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા જેમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મંત્રી રમનલાલ પાટકર, મંત્રી ઇશ્વર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનું દેસાઈ, વલસાડ પાલિકા માજી પ્રમુખ સોનલ બેન, ધારાસભ્ય અરવિંદ પટેલ ,જિલ્લા ભાજપ આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા અને સૌ એકજૂથ થવા હાકલ કરી હતી.

જોકે, આ સમયે મંત્રી રમણલાલ પાટકર જ્યારે બોલવા ઉભા થયા ત્યારે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર નું નામ સ્ટેજ ઉપર થી બોલવાનું ભૂલી જતા થોડીવાર માટે અસમંજસ ની સ્થિતિ સર્જાઈ હતી. જીતુભાઈ ચોધરી ના સમર્થકો મોટી સંખ્યા માં કપરાડા ઉમટી પડ્યા હતા અને પ્રચાર શરૂ કરી દીધો છે.