અમરેલી-

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની નાગેશ્રી જિલ્લા પંચાયતમાં સૌથી નાની ઉમરનો ભાજપનો ઉમેદવાર ચૂંટાઇ આવ્યો છે. પિતા વર્ષોથી પાર્ટી સાથે જાેડાયેલા હતા, જ્યારે પિતાની તબીયત સારી ન હોવાથી ભાજપે ૨૧ વર્ષના પુત્રને ટિકિટ આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાની નાગેશ્રી જિલ્લા પંચાયતમાં કરશન પુનાભાઈ ભીલની ઉમેદવાર તરીકે પસંદગી કરાઇ હતી.

કરશનના પિતા પુનાભાઈ ભીલ કોળી સમાજ અગ્રણી છે અને અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવતા હતા. જ્યારે આજે તેમનો પૂત્ર સૌથી નાની ઉમરે, એટલે કે ૨૧ વર્ષ અને ત્રણ મહિનાની ઉમરે ચૂંટાઇ આવતાં સમગ્ર કોળી સમાજમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો. કરશન પુનાભાઈ ભીલને ૩૪૦૦ ઉપરાંતની લીડ મળી છે સમગ્ર અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્રનો પ્રથમ યુવા ચહેરો આટલી નાની ઉંમરે જિલ્લા પંચાયત બેઠક પર વિજય થયો છે.