યુવાઓ માટે હમેશા ભાજપ આગળ રહ્યું છે: તેજસ્વી સૂર્યા

અમદાવાદ-

તેજસ્વી સૂર્યા દક્ષિણ બેંગલુરુથી ભાજપના સૌથી યુવા સાંસદ છે. તેજસ્વી સૂર્ય મૂળ કર્ણાટકના ચિકમગલુર જિલ્લાનો અને બાસાવગુડી વિધાનસભાના એલએ ધારાસભ્યનો છે. રવિસુબ્રમણ્યમનો ભત્રીજાે. સૂર્ય ભાજપ તેમજ આરએસએસ સાથે પણ સંકળાયેલા છે. તેજસ્વી સૂર્ય વ્યવસાયે વકીલ છે અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી. આ ઉપરાંત, તેઓ ૨૦૧૯ ના ભાજપના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા અભિયાનના મહત્વપૂર્ણ સભ્ય પણ છે.ભાજપ રાષ્ટ્રીય યુવામોરચા અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે છે.તેજસ્વી સુર્યાનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ.ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ સ્વાગત કર્યું હતુ. ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર એમ ૨ દિવસ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. અમદાવાદ, વડોદરા,મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.તેજસ્વી સૂર્યાએ કહ્યું હતુ કે યુવાઓ માટે હમેશા ભાજપ આગળ રહ્યું છે.ગુજરાતમાં બદલાવએ આગામી ચૂંટણીને ફાયદારૂપ છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution