વડોદરા, તા. ૨૪

છાણી ખાતે આવેલ રૂત્વી વેલનેશ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નોકરી વાચ્છુકોને ફોન કરીને બોલાવીને તેમની પાસે ૧૨ હજાર રૂપિયા ઉઘરાવીને લોભામણી સ્કીમો આપીને ગોંધી રખાય હોવાની જાણ ભાજપના પુર્વ કાઉન્સિલરને થતા તેમની સતર્કતાથી નોકરી વાચ્છુક ૧૦૦થી વધુ યુવક યુવતિઓને છુટકારો કરાવી પોતાના વતન જવા માટે રવાના કરાયા હતાં.

ભાજપના પુર્વ કાઉન્સિલર પ્રદિપ જાેષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છાણી જકાત નાકા પાસે આવેલ એક કોમ્પલેક્ષમાં ૨૦૪ નંબરના રૂમમાં ગાંધીનગરના રજીસ્ટ્રેશન વાળી રૂત્વી વેલનેશ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અલગ અલગ શહેરમાં ફ્રેન્ચાઇઝીસ આપીને નોકરી વાચ્છુક યુવક યુવતીઓને છેતરી રહી છે. તે કંપની કોઇ બીઝનેશ કરતી નથી પરંતુ ગરીબ આદિવાસી અભણ યુવક યુવતીઓને નોકરી આપવાની લાલચ આપીને તમને કોમ્પ્યુટરની ટ્રેનીંગ આપીશુ, કોમ્પ્યુટરની શિક્ષણ આપીશુ, ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની નોકરી અપાવીશું , લીંક બનાવવાની ચેન બનાવવવાની અને તમે બીજા દશ છોકરા લાવશો તો તમારી ગ્રેડ ઉપર જશે મહિને લાખથી પાંચ લાખ રૂપિયાની કમાણી થશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ નોકરી વાચ્છુક યુવક યુવતીને ઓફિસમાં બોલાવીને ડોક્યુમેન્ટ જેમા આધારકાર્ડ, સ્કુલ એલસી જેવા ડોક્યુમેન્ટ લઇ લીધા હતા. જેમાં ઓછુ અને અભણ આદીવાસી વિસ્તારના પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ ગોધરા, પાલનપુર, જેવા વિસ્તારમાંથી ૬૦ થી ૭૦ છોકરાઓને છાણી ગામની અંદર નાનકડી ઓરડીમાં રાખે છે અને જુની ક્રિષ્ણા હોસ્પિટલ પણ ભાડે રાખીને તેમા બધા છોકરાઓને ગોંધી રાખે છે. ગોંધી રાખેલ યુવક યુવતીઓ પાસેથી બળજબરી પુર્વક રહેવા જમવાના ખર્ચા પેટે કે નોકરી પેટે ૧૨ હજાર રૂપિયા જમા કરાવવો જેથી નોકરી વાચ્છુક યુવક યુવતીઓ દ્વારા તેમણે ૧૨ ૧૨ હજાર રૂપિયા આપ્યા હતાં. કંપની દ્વારા લોભામણી લાલચ આપીને યુવક યુવતીઓ પાસેથી તેમના જ સગાવ્હાલા મિત્રોને ફોન કરાવીને યાદી બનાવીને ફોન કરી તેમને બોલાવીને તેમને ખોટી માહિતી આપવાની ટીમ લીડર દ્વારા જણાવવામાં આવતુ હતું. ત્યારબાદ તે લોકો પણ લોભામણી લાલચો સાંભળીને આવે એટલે તેમની પાસેથી પણ ૧૨-૧૨ હજાર રૂપિયા પડાવતા હતા. નોકરી વાચ્છુક યુવક યુવતીઓને કોઇ કમિશન કે પગાર પણ આપતા ન હતાં. જેણી જાણ મને થતા હું તાત્કાલીક જયા યુવક યુવતિઓને રાખયા હતા ત્યા ગયો હતો ત્યા લગભગ ૬૦થી ૭૦ જેટલા છોકરા છોકરીઓ એક ઓરડીમાં હતા. જેથી મે ભોગબનનાર બધા છોકરાઓને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યો હતો. રૂત્વી વેલનેશ કંપની સામે છાણી પોલીસ સ્ટેશનમાં જણા કરી હતી અને ભોગ બનનાર યુવક યુવતીઓએ છાણી પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી વર્ણાવી હતી ત્યારબાદ ભોગબનનાર યુવક યુવતિઓ વતન જવા માટે રવાના કરાયા હતા.

સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ

પૂર્વ કાઉન્સિલર પ્રદિપ જાેષી દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે આવી રૂત્વી વેલનેશ પ્રાઇવેટ કંપની જેવી લેભાગુ કંપનીના સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજમાં દાખલો બેસે તેવી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પોલીસે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો

ભોગનનાર યુવકે જણાવ્યું હતું કે અમે આઠ દિવસ અહિયા હતા જેમાં પાંચ દિવસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ અમને દરરોજ લોભામણી લાલચો આપવામાં આવી હતી. ત્યારબાદ અમે આજરોજ છાણી પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા તે સમયે બપોર સુધી પોલીસે અમારી જાેડે સારૂ વર્તન કર્યુ ત્યારબાદ પોલીસે અમારી સાથે દુર્વવ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.