પાટીદારો અને કોળીપટેલ કાર્યકરોનો આક્રોશ ખાળવા ભાજપ નેતાગીરી સક્રિય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   સુરત   |   1683

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણીઓ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરી જમા કરાવી દીધા છે. જાેકે શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ સામે કાર્યકરો અને સ્થાનિકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર ૨૭ (ડિંડોલી) વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને ભારતીય જનતા પાર્ટી સામે સ્થાનિક સ્તરે મોટો બળવો જાેવા મળી રહ્યો છે. છે

લ્લા દોઢ દાયકાથી પક્ષને વફાદાર રહેલા પાટીદારો અને ઉત્તર ગુજરાતનાં રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઇ રાત્રે મીટિંગ કરીને આ વખતે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી. બીજીતરફ રાંદેર-અડાજણ વિસ્તારમાંથી કોળીપટેલ જ્ઞાતિનાં કાર્યકરને ટિકિટ નહીં આપવામાં આવતાં ઉશ્કેરાયેલાં કોળીપટેલોએ રવિવારે રાત્રે અડાજણ, મધુવન સર્કલ ખાતે ધારાસભ્યની હાજરીમાં ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરી સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. ચૂંટણીટાંણે પાટીદારો અને કોળીપટેલોમાં વ્યાપેલાં આક્રોશને ખાળવા ભાજપ નેતાગીરી સક્રિય બની ગઇ છે.

સુરત શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ડિંડોલી વિસ્તારની ભૌગોલિક અને સામાજિક રચના પર નજર કરીએ તો અહીં છેલ્લા ૧૫ વર્ષથી પાટીદાર સમાજ અને ઉત્તર ગુજરાતના લોકો સ્થાયી થયા છે. આ મધ્યમવર્ગીય અને શ્રમિક વર્ગના મતદારો હંમેશા ભાજપની મજબૂત વોટબેંક રહ્યા છે. જાેકે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યારે સત્તા અને પ્રતિનિધિત્વની વાત આવે છે, ત્યારે પક્ષ દ્વારા આ વિસ્તારના મૂળ અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે ડિંડોલી વિસ્તારમાં પાટીદાર અને ઉત્તર ગુજરાત સમાજના અગ્રણીઓની એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સભામાં જે પ્રકારનો આક્રોશ જાેવા મળ્યો તે જાેતા એવું લાગે છે કે ભાજપ માટે આ ગઢ સાચવવો હવે મુશ્કેલ બનશે. સ્થાનિક અગ્રણીઓની મળેલી મીટિંગ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડ્યો છે પરંતુ, જ્યારે અમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની વાત આવી ત્યારે હાઈકમાન્ડે ફરી એકવાર બહારના અથવા માનીતા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. આ વખતે ડિંડોલી વિસ્તારમાંથી અનેક શિક્ષિત અને ઉત્સાહી પાટીદાર યુવાનોએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી હતી. આ યુવાનોનું માનવું હતું કે તેઓ વિસ્તારની સમસ્યાઓથી વાકેફ છે અને નવી પેઢીના મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે. જાેકે, પક્ષના યાદી જાહેર થયા બાદ એક પણ સ્થાનિક પાટીદાર યુવાનનું નામ ન આવતા યુવા પાંખમાં સોપો પડી ગયો છે. વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અહીંયા જે કોર્પોરેટરો હતા, એ આ વિસ્તારના તો છે જ નહીં અને છતાં ચૂંટાઈને પછી પાંચ વર્ષ સુધી અહીંયા કોઈ જાેવા માટે આવતું નથી એટલે કોર્પોરેટરો અહીંયા સંતોષકારક સેવા બજાવી શકતા નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution