ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કોરોના નિયમોના ઉડાડ્યા ધજાગરા
21, જાન્યુઆરી 2021

બનાસકાંઠા-

ગુજરાતીમાં એક કહેવત છે કે, દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે પણ બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા છે કે, જે આવી કહેવતમાંથી શીખ પણ નથી લઈ રહ્યા. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણી ભલે સોશલ ડીસ્ટંસ જાળવવા લોકોને અપીલ કરતા રહે પણ ભાજપના આ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને આ વાતથી કોઈ જ ફેર નથી પડતો. તેઓ તો ઘોડા પર સવાર થઈ સોશલ ડીસ્ટંસના ધજાગરા ઉડાવી રહ્યા છે. વાત એવી છે કે ડીસાના ઢુંવા ગામમાં રસ્તાના કામના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય ઘોડા પર સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલતા જાેવા મળ્યા હતા. આ સમયે લોકો માસ્ક વકર જ ફરતા જાેવા મળ્યા છે. નોંધનીય છે કે, આ જ નેતાજી આ પહેલા પણ આ જ રીતે રસ્તાના ખાતમુહૂર્ત સમયે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડાવી ચૂક્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution