અમદાવાદ-
આગામી 4 જાન્યુઆરીના રોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરાવામાં આવશે. તા. 4 જાન્યુઆરીના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે. આગામી માસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ મહત્વપૂર્ણ છે. સંગઠનાત્મક ફેરફારને લઈને RSS સાથેની બેઠકમાં રામમંદિર નિર્માણને લઈને ચર્ચા થઈ શકે છે.
Loading ...