અરવલ્લી : કોઇ નેતા જ્યારે પક્ષનો મોટો હોદ્દો ગ્રહણ કરે છે ત્યારે પુરાગામી કરતા કઇંક વિશેષ છે તેવું પ્રદર્શિત કરવા નવી શરૂઆત કરે છે. ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ આવો જ એક ટ્રેન્ડ શરૂ કર્યો છે. પ્રદેશ પ્રમુખ શરુ કરેલ ફોટો વીથ ફ્રેમ ટ્રેંડમાં ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે કોરોનાની મહામારી ગુજરાતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ફોટો વીથ ફ્રેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપના કાર્યકારો માટે જોખમી પુરવાર થઇ શકે છે.સામાન્ય રીતે કોઇ પક્ષના કાર્યકર્તાઓ માટે પક્ષના મોટા નેતા સાથે ફોટો પડાવવાનો એક ઉત્સાહ હોય છે.આ ઉત્સાહને હાલના વડાપ્રધાન મોદીએ આવકારી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સેલ્ફીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જોકે વડાપ્રધાન મોદી સેલ્ફીને અમર બનવાવા માટે તેને ડેવલપ કરી ફ્રેમમાં મઢાવી પડે છે, પરંતુ સી.આર. પાટીલએ એક કદમ આગળ કાર્યકર્તાઓને આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપી છે. કાર્યકર્તાઓ જ્યારે અભિવાદન કરવા સ્ટેજ પર આવે ત્યારે તેના લાઇવ ફુટેજ બહાર બેઠલા ફોટો ડેવલપરના લેપટોપમાં સેવ થઇ જાય અને ત્યારબાદ જેનો ફોટો હોય તે આવી પોતાનો ફોટો ફ્રેમ સાથે પ્રદેશ પ્રમુખ તરફથી મળેલ ભેટ સ્વરૂપે નિઃ શુલ્ક લઇ શકે છે.