ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપની વિજયકૂચ, કોંગ્રેસની શી હાલત

રાજકોટ-

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 8474 બેઠકોમાંથી 253ના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમા 243માં ભાજપ, 8માં કોંગ્રેસ અને 3માં અન્ય આગળ છે. વહેલી સવારથી મત ગણતરી સ્થળો પર અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થવા લાગ્યા છે.

28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાં 2, તાલુકા પંચાયતમાં 6 બેઠક પર ભાજપની, ગોંડલ ન.પા.માં 9 બેઠક પર ભાજપની જીત થઈ હતી. ઉપલેટામાં કોંગ્રેસની જીત અમરેલીની 11 તાલુકા પંચાયતની 190 બેઠકમાંથી 2 બેઠક બિનહરિફ, લાઠી તાલુકા પંચાયતની 1 બેઠક પર ભાજપની જીત થઈ હતી. કાલાવડ અને બેરાજા તાલુકા પંચાયતમાં આપનો ઉદય થયો હતો જ્યારે  દેવભૂમિ દ્વારકામાં જિલ્લા પંચાયતમાં 1માં ભાજપ અને 2 બેઠક પર કોંગ્રસની જીત થઈ હતી. ગીર સોમનાથની 4 નગપાલિકાની 128 બેઠકમાં ભાજપની 20 અને કોંગ્રેસની 2 બેઠક બિનહરિફ જાહેર થયા હતા અને બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ હતી. 

કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય

                                    કુલ ઉમેદવારો         પરિણામ જાહેર            ભાજપ            કોંગ્રેસ          અન્ય

જિલ્લા પંચાયત                980                     26                             26                  00                00

નગરપાલિકા                    2720                   202                           180                 21              01

તાલુકા પંચાયત                 4774                   268                            232                29             07

કુલ ઉમેદવારો                  8474                   253                            243                    08            03

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution