નવસારી-

નવસારીના ઘેલખડી વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવક ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરતા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જાે કે, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નવસારીના ઘેલખડી વિસ્તારમાં રહેતા શૈલેષ પરમાર નામના યુવક પોતાના ઘરેથી બાઈક ઉપર નીકળીને જઈ રહ્યો હતો એ સમયે તેના ઘર નજીક જ જૂની અદાવતને લઈ ૫ થી ૬ જેટલા ઈસમોએ ધારીયા અને ચપ્પુ જેવા તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં શૈલેષ પરમાર ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક શૈલેષ પરમાર ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે પોલીસે મૃતકની લાશનું પીએમ કરાવી પ્રત્યક્ષ જાેનારની મદદથી ગુનેગારોને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે એવી કઈ વાત હતી કે જેના કારણે આ યુવકની હત્યા કરવામાં આવી છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.