ગાંધીનનગર-

ભાજપના નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં સી.આર પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, પુરૂસોત્તમ રૂપાલા, આર.સી ફળદુ. જશવંતસિંહ ભાંભોર, કાનાજી ઠાકોર, કીરાટ સોલંકી, સુરેન્દ્ર પટેલ, ભીખુ દલસાણીયા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નામોની યાદી નીચે દર્શાવ્યાનુસાર છે.


ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજરોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.