વડોદરા, તા.૭

સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા.

ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા.

જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.