બાંગ્લાદેશમાં ૧૬૫ બેઠક સાથે bnpની જીત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ફેબ્રુઆરી 2026  |   2673


ઢાકા, બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં ૨૦ વર્ષના લાંબા વિરામ બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ ભવ્ય જીત મેળવી છે. ૨૯૯ બેઠકોમાંથી બીએનપી અત્યાર સુધીમાં ૧૬૫ બેઠકો પર વિજયી બની છે, જેનાથી પક્ષના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું હવે નિશ્ચિત મનાય છે. તારિક રહેમાને પોતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંનેમાં વિજય મેળવ્યો છે.

આ વખતે ૫૯.૪૪ ટકા મતદાન નોંધાયું છે, જે ૨૦૨૪ની ચૂંટણીના ૪૧.૮ ટકા કરતા અંદાજે ૧૭ ટકા વધારે હતું. જેમાં તારેઈખ રહેમાનની પાર્ટી બીએનપીને ફાળે અત્યાર સુધી ૧૬૫ બેઠક આવી છે. જ્યારે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ૧૧ પક્ષોના ગઠબંધનને ૪૫ બેઠકો મળી છે, જેમાં જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-૧૫ બેઠક પર જીત મેળવી છે. ચૂંટણીમાં કુલ ૧૯૮૧ ઉમેદવારમાંથી માત્ર ૭૮ મહિલા મેદાનમાં હતી, જેમાંથી ૭ મહિલાને જીત મળી છે. પૂર્વ પીએમ હસીનાના ગઢ ગણાતા ગોપાલગંજ જિલ્લાની ત્રણેય બેઠકો પર બીએનપીના ઉમેદવારો વિજેતા બન્યા છે. ગોપાલગંજ-૧ બેઠક પર સલીમ જમાન મોલ્લા, ગોપાલગંજ-૨ બેઠક પર ડો. કેએમ બાબર અને ગોપાલગંજ-૩ બેઠક પર એસએમ જિલાનીએ જીત મેળવી. આ ત્રણેય બીએનપીના ઉમેદવારો છે. ગોપાલગંજ એ જ જિલ્લો છે જ્યાં શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક નેતા શેખ મુજીબનું ઘર હતું. શેખ મુજીબનું પૈતૃક ગામ ટુંગીપાડા પણ આ જ જિલ્લામાં છે. આ જ કારણોસર આ વિસ્તાર અવામી લીગનો મજબૂત ગઢ માનવામાં આવે છે.તે ઉપરાંત ૩ બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી ૨૦૬ બેઠકોના પરિણામો સામે આવ્યા છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે ૨ વાગ્યા સુધી ૪૮ ટકા મતદાન થયું હતું. મતદાન સાંજે ૪:૩૦ સુધી ચાલ્યું હતું. હજુ કુલ મતદાનના આંકડા આવવાના બાકી છે. હાલમાં ઢાકા શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે. તારિક રહેમાને વિજયની કોઈ પણ જાતની રેલી કે જુલૂસ ન કાઢવા અને કાર્યકર્તાઓને સંયમ જાળવવા અપીલ કરી છે.

બંધારણીય સુધારાને જનતાની મહોર

સંસદીય ચૂંટણીની સાથે જ દેશમાં બંધારણીય સુધારા માટે જનમત સંગ્રહ પણ યોજાયો હતો, જેમાં ૬૮.૦૬ ટકા લોકોએ હાની તરફેણમાં મતદાન કર્યું છે. આ સુધારા હેઠળ વડાપ્રધાનની સત્તામાં કાપ મૂકાશે અને રાષ્ટ્રપતિના અધિકારો વધશે. હવે કોઈ પણ વ્યક્તિ જીવનમાં મહત્તમ ૧૦ વર્ષ સુધી જ વડાપ્રધાન રહી શકશે. બાંગ્લાદેશમાં હવે બે ગૃહોવાળી સંસદની વ્યવસ્થા અમલમાં આવશે. કુલ ૪૮,૦૭૪,૪૨૯ મતો હાની તરફેણમાં પડ્યા, જ્યારે ૨૨,૫૬૫,૬૨૭ મતો નાની તરફેણમાં પડ્યા.

અભિનંદન પાઠવવામાં પાકિસ્તાન પણ જાેડાયું

.ના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે, પાકિસ્તાન બાંગ્લાદેશની લોકતાંત્રિક આકાંક્ષાઓને સમર્થન આપે છે. અમે નવી સરકાર સાથે વેપાર, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા કામ કરવા તૈયાર છે.

પીએમ અને મમતાના અભિનંદન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને જીત બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું છેકે, આ જીત જનતાના તેમના નેતૃત્વ પરના ભરોસાને દર્શાવે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તારિક રહેમાનને ‘ભાઈ’ કહીને શુભકામનાઓ પાઠવી છે. અમેરિકા અને પાકિસ્તાને પણ નવી સરકાર સાથે વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution