ભાવનગર-

ભાવનગરમાં હોડી પલટી જતા ૫ યુવાનો ડૂબ્યા હતા. આ ઘટના જેસરના વીરપુર ગામની છે. હોડી પલટી જતા ૫ યુવાનો ડૂબ્યા હતા જેમાં ૩ લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે અન્ય ૨ યુવાનોના મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે મૃતકના પરિજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે. ભાવનગરના જેસરના વીરપુર ગામે તળાવમાં હોડી પલટી જતા ૫ યુવાનો ડૂબ્યા હતા.

તળાવના સામા કાંઠે આવેલી વાડીએથી હોડીમાં બેસી ૫ લોકો પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન અચાનક તળાવની વચ્ચે હોડી પલટી મારી ગઇ હતી. હોડી પલટી મારી જતા તેમાં બેસેલા ૫ વ્યક્તીઓ ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકત્રીત થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ ઘટનામાં ૩ લોકોના આબાદ બચાવ થયો છે. જ્યારે આ ઘટનામાં ૨ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. મોડી રાત્રે જેસરના સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક હમીરભાઇ અને પ્રતાપસિંહ બંને મોણપર ગામના રહેવાસી છે. જેમના મોતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે.