લોકસત્તા ડેસ્ક

દરેક વ્યક્તિ ખુશ રહેવા ઇચ્છે છે પરંતુ કારણ બહાર શોધતા રહે છે, જ્યારે ખુશ રહેવાનું કારણ પોતાની અંદર જ છુપાયેલુ હોય છે. શું તમે જાણો છો કે આપણા શરીરમાં ચાર પ્રકારના હેપ્પી હૉર્મોન્સ હોય છે જે સિરોટોનિન, એન્ડોર્ફિન, ઑક્સીટૉક્સીન અને ડોપામાઇન કહેવાય છે. આપણું ખુશ હોવું આ હૉર્મોન્સ પર જ આધારિત હોય છે. જ્યારે બોડીમાં આ હૉર્મોન્સની ઉણપ સર્જાય છે ત્યારે માનસિક રીતે આપણે પરેશાન રહીએ છીએ, જેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. એટલા માટે જરૂરી છે કે ખુશ રહેવા માટે સૌથી પહેલા આ હેપ્પી હૉર્મોન્સને બૂસ્ટ કરવામાં આવે. આ હૉર્મોન્સને કેવી રીતે બૂસ્ટ કરી શકાય છે. જાણો, હેપ્પી હૉર્મોન્સને બૂસ્ટ કરવાની કેટલીક ટિપ્સ.

ઑક્સીટોસિન- આ હૉર્મોનને બૂસ્ટ કરવા માટે જીવનસાથી સાથે સારો સમય વિતાવો

આ હૉર્મોનને લવ માટે ઓળખવામાં આવે છે. ઑક્સીટોસિન નામનું આ હૉર્મોન ખૂબ જ ફેમસ છે. આ હૉર્મોન ત્યારે ઉત્સર્જિત થાય છે જ્યારે આપણે પ્રેમનો ઇઝહાર કરીએ છીએ અથવા તે વ્યક્તિની સાથે રહીએ છીએ જ્યારે તે દિલની નજીક હોય છે. આ હૉર્મોનને બૂસ્ટ કરવા માટે જીવનસાથી સાથે સારો સમય વિતાવો. કૉમેડી શો જુઓ અને એક્સરસાઇઝ કરો. જેને તમે પ્રેમ કરો છો તેને ગળે લગાઓ. મિત્રોને સારા મેસેજ કરો. બાળકો અને પોતાના પેટ્સ સાથે રમો.

આ ડોપામાઇન હૉર્મોનને બૂસ્ટ કરવા માટે પોતાનું ધ્યાન રાખો

ડોપામાઇન હૉર્મોન ત્યારે રિલીઝ થાય છે જ્યારે આપણા મગજને સંકેત મળે છે કે તમને કોઇ રિવૉર્ડ મળવાનો છે. એટલા માટે આ હૉર્મોનને રિવૉર્ડ કેમિકલ પણ કહેવામાં આવે છે. આ ડોપામાઇન હૉર્મોનને બૂસ્ટ કરવા માટે પોતાનું ધ્યાન રાખો. પોતાની સુંદરતા પર અને તેના નિખારવા પર ધ્યાન આપો જેથી તમને પોતાની પ્રશંસા સાંભળવા મળે. પોતાને ગમતું ભોજન કરો. ગેમ રમો અને એવું કામ કરો જેનાથી સામેવાળુ વ્યક્તિ તમારી પ્રશંસા કરે.

સિરોટોનિન - બૂસ્ટ કરવા માટે મેડિટેશન અને એક્સરસાઇઝ કરો

આ હોર્મોનને બૂસ્ટ કરવા માટે મેડિટેશન અને એક્સરસાઇઝ કરો. લૉનમાં ચાલો અને સવારનો કૂણો તડકો લો. ફૂલો જુઓ. પ્રાકૃતિક વાતાવરણની મજા લો. આ હોર્મોનને મૂડ સ્થિર રાખવા માટે ઓળખવામાં આવે છે એટલા માટે જે દિવસે તમને મૂડ ઓફ લાગે તે દિવસે આ કામ કરો જેથી સિરોટોનિન હૉર્મોનને બૂસ્ટ કરી શકાય.

એન્ડોર્ફિન -આ હૉર્મોનને બૂસ્ટ કરવા માટે તમે કૉમેડી શો જુઓ

એન્ડોર્ફિન નામનાં આ હૉર્મોનને બૂસ્ટ કરવા માટે તમે કૉમેડી શો જુઓ. ડાર્ક ચૉકલેટ ખાઓ. હંસવાની પ્રેક્ટિસ કરો. એક્સરસાઇઝ કરો. જોક્સ વાંચો અને સાંભળો. આ હૉર્મોનને દર્દનાશક હૉર્મોન કહેવામાં આવે છે જેને બૂસ્ટ કરવાથી માનસિક કષ્ટને દૂર કરી શકાય છે.