ટોક્યો -
ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારતીય રમત ઇતિહાસનો સ્વર્ણિમ દિવસમાંથી એક થઇ શકે છે. આજે ભારતીય મહિલા હૉકી ટીમ ફાઇનલમાં જગ્યા મેળવવા માટે ઉતરશે. તેમનો સામનો અર્જેન્ટીના સામે છે. મહિલા બૉક્સર લવલીના બોરગોહેન પણ ફાઇનલમાં જગ્યા મેળવવા રમશે. તે પોતાનુ કાંસ્ય પદક પાકકુ કરી ચૂક્યા છે. કુશ્તી મુકાબલામાં ભારતના ત્રણ પહેલવાન રવિ દહિયા,દીપક પુનિયા અને અંશુ મલિક દાવેદારી કરશે.
નીરજ દેશના પહેલા એવા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોના ફાઇનલમાં જગ્યા મેળવી છે. સાથે જે ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા મેળવનારા 12માંએથ્લીટ છે.લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે સેમીફાઇનલમાં હારી ગયા છે. લવલીનાને 0-5થી હાર મળી છે. આ સાથે જ લવલીનાના અભિયાનનો અંત થયો છે. તેમને કાંસ્ય પદકથી જ સંતોષ કરવો પડશે. દીપક પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી છે તેમણે ચીનના જુશેન લિનને 6-3થી હાર આપી છે. દીપક ટોક્યો ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચનારા ભારતના બીજા રેસલર છે. આ પહેલા રવિ કુમારે 57 કિલોગ્રામ વર્ગમાં સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે
Loading ...