જૂનાગઢ-

રાજ્યમાં એક બાજુ દારૂબંધીના ડાકલા છે, તો બીજી બાજુ ખુદ પોલીસ જ વર્ષે લાખો કરોડોની કિંમતનો દારૂ ઝડપી પાડે છે. જાેકે, કાયદા મુજબ એક સમય મર્યાદા પછી આવો ઝડપાયેલો દારૂનો જથ્થો નાશ કરવાનો થતો હોય છે. ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકાના ભરડીયા વિસ્તારમાં કેશોદ અને શીલ પોલીસ દ્વારા આજે દારૂ નાશ કરાઈ રહ્યો હતો. આ સમયે આસપાસના વિસ્તારની શ્રમજીવી મહિલાઓ બેડા અને બોટલો લઈને આવી ગઈ હતી અને તેમણે નાશ થઈ રહેલા દારૂની લૂંટ મચાવતા વરવા દૃશ્યો સામે આવ્યા હતા.

બનાવની વિગત એવી છે કે જૂનાગઢ જિલ્લા ના કેશોદ ના ભરડીયા વિસ્તારમાં મા કેશોદ અને શીલ પોલીસ દ્વારા પકડાયેલ ૭૪ લાખની કીંમતનાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ભરડીયા વિસ્તારમાં દારૂ ગોઠવી તેની ઉપર બુલડાઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પ્રક્રિયા દરમિયાન એક મહિલાઓનું ટોળું સ્થળ પર ધસી આવ્યું હતું અને ફૂટેલી બોટલ માથી જમીનમા જે દારૂના ખાબોચીયા ભરાયા હતા તે દારૂના તપેલા ભરી લીધા હતા અને ઓછુ હોય તેમ કન્ટેનરમા થી જે દારૂ ઢોળાતો હતો તેને બોટલમા ભરી રીતસર ની લૂંટ ચલાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થળ ઉપર કોઈ અધિકારી હતા નહીં અને હતા તો પછી દારૂ ની લૂંટ ચલાવનાર મહિલા ઓને અટકાવી કેમ નહીં. 

સ્થાનિક લોકો દ્વારા મહિલા ઓ ને પુછવામાં આવતા તેમણે ચોંકાવનારૂં કારણ જણાવ્યું હતું. મહિલાઓ જણાવ્યું હતું કે છોકરાઓ ને શરદી થઈ છે એટલે છાતી એ લગાડવા આ દારૂ લીધો છે, ત્યારે સવાલ એ પણ થાય કે દારૂની પ્યાસ કે પછી છોકરાઓનુ બહાનું ત્યારે આ છે ગુજરાત નુ પ્રતીબીંબ કે જયાં દારૂની રીતસરની લૂંટ ચાલે છે. કેશોદના આ દૃશ્યોએ સાબિત કરી આપ્યુ છે કે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂનું ચલણ સમાજના અનેક વર્ગમાં જાેવા મળી રહ્ય્š છે. વીડિયોમાં કેદ થયેલા આ દૃશ્યો રાજ્યની દારૂબંધીની ચાડી ખાય છે.