31 માર્ચ પછી ખરીદાયેલા Bs-4 વાહનોનુ રજીસ્ટ્રેશન કરવામાં નહી આવે
08, જુલાઈ 2020

દિલ્હી,

દેશભરમાં ૩૧ માર્ચથી બીએસ-4 વાહનોનાં વેચાણ પર પ્રતિબંધનાં કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે બીએસ-૪ વાહનો અંગે મોટો ચુકાદો આપતા તેના અગાઉનાં આદેશને પરત લીધો છે.

કોર્ટે કહ્યુ કે, નવા ચુકાદા હેઠળ,31 માર્ચ પછી વેચાણ થયેલા બીએસ-4 વાહનની નોંધણી થશે નહીં. બુધવારે સુપ્રીમ કોર્ટે બીએસ-4વાહનો વેચવા માટે ઓટોમોબાઈલ ડીલરોને લોકડાઉન સમયગાળા બાદ 10 દિવસનો સમય દેવાનાં પહેલા આદેશને પરત લઇ લીધો છે અને આદેશ આપ્યો કે,10 દિવસ દરમિયાન વેચાણ થયેલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.

સુપ્રીમ કોર્ટે 27 માર્ચે વધુ 10 દિવસની મંજૂરી આપી હતી કારણ કે એસોસિએશન ઓફ ડીલર્સે વિનંતી કરી હતી કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન વાહનોનું વેચાણ કરી શકશે નહીં, કારણ કે બીએસ-4 ધોરણો 1 એપ્રિલથી લાગુ થશે અને છ દિવસનું નુકસાન તશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ કેસમાં કોર્ટનાં આદેશની સાથે "છેતરપિંડી" કરવા બદલ એસોસિએશનને ઠપકો આપ્યો છે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution