BSE-SME: 335મી કંપની EKI એનર્જી સર્વિસીસ લિસ્ટ થઈ
07, એપ્રીલ 2021 99   |  

મુંબઈ-

BSE SME પ્લેટફોર્મ પર 335મી કંપની EKI એનર્જી સર્વિસીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. EKI એનર્જી સર્વિસીસ લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 18.24 લાખ ઈક્વિટી શેર્સ રૂ.102ના ભાવે ઓફર કરી રૂ.18.60 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ તેના પબ્લિક ઈશ્યુને 26 માર્ચ, 2021ના રોજ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. કંપની વિવિધ સરકારી અને ખાનગી ક્ષેત્રના ક્લાયન્ટ્સને વેસ્ટ મેનેજમેન્ટ, પાવર જનરેશન, ક્લીન ડેવલપમેન્ટ મિકેનીઝમ, એરપોર્ટ્સ અને અન્ય સર્વિસીસ પૂરી પાડે છે. કંપની વિદેશોમાં પણ તેના ક્લાયન્ટ્સ ધરાવે છે. BSE SME પરની 97 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 335 કંપનીઓએ બજારમાંથી રૂ.3,488.51 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.21,597.59 કરોડ હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution