મુંબઈ-

BSE સ્ટાર MF પર એક મહિનામાં રૂ.30,938 કરોડના 1.14 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ સર્જાયો હતો. દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ પર અગાઉનો રેકોર્ડ 1.11 કરોડ ટ્રાન્ઝેક્શનનો હતો, જે આ વર્ષના એપ્રિલ મહિનામાં સર્જાયો હતો. BSE સ્ટાર MF દ્વારા વધુ એક સિદ્ધિ એ પ્રાપ્ત કરવામાં આવી છે કે મે મહિનામાં અત્યાર સુધીની સૌથી અધિક એટલે કે 6.88 લાખ SIP રજિસ્ટર થયા છે. અગાઉ માર્ચ, 2021માં 5.45 લાખ એસઆઈપી નોંધાઈ હતી. નોંધવા જેવી બાબત એ છે કે આ પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2020-21માં જેટલા ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા એના 24 ટકા ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ બે મહિનામાં જ કર્યા છે. એપ્રિલ અને મે, 2021માં 2.25 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જ્યારે નાણાકીય વર્ષ 2020-2021ના આખા વર્ષમાં 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.