ગુજરાતની આ પાલિકામાં બસપાની હેટ્રીક, ૩ બેઠકો કરી કબજે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ફેબ્રુઆરી 2021  |   3465

જામનગર-

ગુજરાત રાજ્યમાં 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી ચાલી રહી છે ધીમે ધીમે પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ભાજપનો પરચમ લહેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર અને સુરતમાં ત્રીજા મોરચાનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપના ગઢ ગણાતા જામનગરના વોર્ડ નંબર 6મા માયાવતીની બસપા ગાબડું પાડવામાં સફળ રહી છે. તો આ તરફ સુરતમાં આપનો દબદબો રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર વોર્ડ નંબર 6 માં બસપાના ત્રણ ઉમેદવારોએ બેઠકો કબજે કરી લીધી છે. વોર્ડ નંબર 6ને ભાજપનો ગઢ ગણવામાં આવે છે, બસપાના રાહુલ રાયધન, ફુરકાન શેખ, જયોતીબેન ભારવાડીયાનો વિજય, જયારે ચોથા ઉમેદવાર ભાજપ ના જયુબા ઝાલા વિજેતા બન્યા છે. ભાજપના રમાબેન ચાવડા, ભાયાભાઈ ડેર અને દીપકસિંહ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution