શુક્રવારથી બજેટ-સત્રનો આરંભ: બજેટ રજૂ થશે 1-ફેબ્રુઆરીએ

દિલ્હી-

મોદી સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરી, 2021એ રજૂ થશે અને સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરી, 2021એ રજૂ શરૂ થશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બજેટ લોકસભામાં પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનનું એનડીએ સરકાર હેઠળ ત્રીજું બજેટ રજૂ કરશે. કોરોના રોગચાળાને લીધે આ બજેટ પેપરલેસ હશે. બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. જોકે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું. કે કોંગ્રેસ સહિત 16 રાજકીય પક્ષો રાષ્ટ્રપતિના ભાષણનો બોયકોટ કરશે. જેથી બજેટ સત્ર આ વખતે પણ તોફાની બનવાનાં એંધાણ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા સપ્તાહે સંસદસભ્યો અને સામાન્ય જનતા બજેટ દસ્તાવેજોને જોઈ શકે એ માટે યુનિયન બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ મોબાઇલ એપ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA)ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. આ મોબાઇલ એપ 14 કેન્દ્રીય બજેટના દસ્તાવેજોની સુવિધા હશે. આ ઉપરાંત વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ (બજેટ) પણ હશે. આ ઉપરાંત એમાં ડીમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ અને ફાઇનાન્સ બિલ વગેરે હશે. કેન્દ્રીય બજેટ રજૂ કરતાં પહેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન શુક્રવાર- 29 જાન્યુઆરી, 2021એ આર્થિક સર્વેક્ષણ પણ રજ કરશે, જે દેશના આર્થિક વિકાસનો સારાંશ હશે.કેન્દ્રીય બજેટ 2021નું જીવંત પ્રસારણ લોકસભાની ટીવી પર અને વિવિધ ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution