29, ઓગ્સ્ટ 2025
વડોદરા |
3168 |
મુંબઈ- અમદાવાદ હાઈ સ્પિડ રેલની ૫૦૮ કિમી કામગીરી પૈકી ૩૯૬ કિમી પીલર્સની કામગીરી પૂર્ણ
ગુજરાતમાં ૧૯૮ કિમી ટ્રેક બેડની કામગીરી પૂર્ણ : સ્ટેશન બિલ્ડિંગની ફિનિશિંગની કામગીરી ચાલુ
મુંબઈ- અમદાવાદ વચ્ચે ચાલી રહેલી હાઈસ્પીડ રેલ બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં વડોદરામાં ઢાઢર અન વિશ્વામિત્રી નદી સહિત ૧૭ નદીઓ પર બ્રિજીસના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ છે. આ કોરીડોરની કુલ લંબાઈ ૫૦૮ કિમીની છે. જેમાં ૩૧૭ કિમી વાયડક્ટ, ૩૯૬ કિમી પીલર્સ, ૪૦૭ કિમી પીલર્સના ફાઉન્ડેશન અને ૩૩૭ કિમી ગર્ડરના કાસ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ છે.
હાઈસ્પિડ રેલ કોરિડોરની કુલ લંબાઈ ૫૦૮ કિમી છે. જેમાં ગુજરાત અને અને ડીએનએચ માં ૩૫૨ કિમી જ્યારે મહારાષ્ટ્રમાં ૧૫૬ કિમીનો સમાવેશ થાય છે. આ કોરિડોર પર કુલ ૧૨ થીમ આધારિત ડિઝાઇન કરેલ બુલેટ ટ્રેન સ્ટેશનો પૈકી ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા, વાપી અને જ્યારે મહારાષ્ટ્રમાં બોઈસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. બલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ ૧૭ નદીઓ પરના પુલોની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારીજલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક નદી (વલસાડ જિલ્લો), વાત્રક નદી (ખેડા જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારીજિલ્લો), મેશ્વા (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોતા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જિલ્લો) અને વિશ્વામિત્રિ (વડોદરા જિલ્લો), જ્યારે આઠ સ્ટીલ પુલો, પ્રથમ ૧૦૦ મીટર સ્પાનવાળો ૨ટ ૧૦૦ મીટર લાંબો સ્ટીલ પુલ અને પાંચ પીએસસી પુલો પૂર્ણ થયા છે.