પોલેન્ડમાં એર-શો રિહર્સલ દરમિયાન F-16 Fighter જેટ ક્રેશ, પાયલટનું મોત
29, ઓગ્સ્ટ 2025 પોલેન્ડમાં   |   2970   |  

0-31 ઓગસ્ટના રોજ યોજાનાર એર-શો માટે ના રિહર્સલ દરમિયાન ધટના બની

પોલેન્ડમાં યોજાયેલ એર શો રિહર્સલ દરમિયાન F-16 Fighter જેટ ક્રેશ થયુ હતુ જેમાં પાયલટનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. સોશિયલ મીડિયા પર આ અકસ્માતના વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં રનવે પર ફાઇટર જેટ આગમાં લપેટાઇ ગયુ હતુ.

આ અકસ્માત એર શો 2025ના રિહર્સલ દરમિયાન થયો હતો. પોલિશ આર્મીએ કહ્યું કે સેન્ટ્રલ પોલેન્ડના રાડોમમાં એર શો માટે તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન F-16 ફાઇટર જેટે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. આ અકસ્માતમાં પાઇલટનું મૃત્યુ થયું છે. આ ઘટના ગુરુવારે બની રહી છે. પોલેન્ડના નાયબ વડા પ્રધાન અને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાને પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મળતી વિગતો મુજબ, 30-31 ઓગસ્ટના રોજ યોજાનાર એક સત્તાવાર કાર્યક્રમ માટે આ તૈયારી કરવામાં આવી રહી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution