બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ગુજરાતમાં ૮ સ્ટેશનોના ફાઉન્ડેશનનું કામ પૂર્ણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, નવેમ્બર 2024  |   2871

વડોદરા, બુલેટ ટ્રેન સ્ટેશનોનુ નિર્માણ આધુનિક જીવનશૈલીના પ્રવેશદ્વાર તરીકે કરવામાં આવી છે. એમએએચએસઆર લાઇન પરના દરેક સ્ટેશનોની ડિઝાઇન તે જે શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરશે. તેનાથી સ્થાનિક લોકો સાથે ત્વરિત જાેડાણ થશે અને હાઈ-સ્પીડ સિસ્ટમની માલિકીની ભાવનાને પ્રોત્સાહન મળશે. સ્થાપત્યની દૃષ્ટિએ, આધુનિક દેખાતું માળખું બનાવવું સરળ છે. પરંતુ, સ્થાનિક પર્યાવરણ સાથે જાેડાણ સ્થાપિત કરવા માટે, શહેરના કેટલાક એવા તત્ત્વોને પસંદ કરાયા જેના પર સ્થાનિક લોકોને ગર્વ છે અને પછી તે વિષયોને આવરી લઈને સ્ટેશનોનુ નિર્માણ કરાઈ રહ્યુ છે.તમામ સ્ટેશનોની કામગીરી આંતરરાષ્ટ્રીય ધોરણોની સાથે પૂર્ણ કરશે અને તેમાં તમામ મૂળભૂત સુવિધાઓ જેવી કે સિગ્નેજ, વેઇટિંગ એરિયામાં બેઠક વ્યવસ્થા, નર્સરી, બિઝનેસ ક્લાસ લાઉન્જ, સ્મોકિંગ રૂમ, જાહેર માહિતી અને ઘોષણા સિસ્ટમ, કિઓસ્ક વગેરે હશે. કેટલાક સ્ટેશનોને પરિવહનના અન્ય માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી વિનાની કનેક્ટિવિટી, જેમ કે રિક્ષા, બસ અને ટેક્સીઓ મળી રહે. આ સ્ટેશનો દિવ્યાંગ મુસાફરો માટે સર્વસમાવેશક ડિઝાઇન ધરાવશે. વ્હીલચેર-ફ્રેન્ડલી ડિઝાઇન, બ્રેઇલ સૂચનાઓ સાથે ટિકિટના નીચા કાઉન્ટર્સ, માર્ગદર્શન માટે ફ્લોર પર ટાઇલ્સ, સમર્પિત વોશરૂમ્સ, એલિવેટરની અંદર બ્રેઇલ બટન્સ જેવી કેટલીક વિશેષતાઓ છે.

ગુજરાતમાં બુલેટ ટ્રેનના તમામ આઠેઆઠ સ્ટેશનોની કામગીરીને આ રીતે સમજાે

૧ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન

સાબરમતી કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન હોવાથી મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમના ચરખાથી પ્રેરિત છે. પહેલાં માળનું સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. કોન્કોર્સ ફ્લોર સ્લેબ પૂર્ણ થવાના આરે છે. રેલ લેવલ સ્લેબ પર કામ પ્રગતિમાં છે.

૨. અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન

અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત સેંકડો પતંગો માટે કેનવાસ દર્શાવે છે જ્યારે અગ્રભાગ આઇકોનિક સૈયદ સિદ્દીકીની જટિલ જાળીના કાર્યથી પ્રેરિત એક પેટર્ન પસંદ કરે છે. કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે.

૩. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન

સ્ટેશનનો અગ્રભાગ અને આંતરિક ડિઝાઇન પ્રવાહી પ્રકૃતિ, આકાર અને દૂધના ટીપાંના રંગમાંથી પ્રેરિત છે, કારણ કે આણંદ ભારતની દૂધની રાજધાની છે. કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. છતનું સ્ટ્રક્ચરલ સ્ટેલનું કામ પૂર્ણ થયું છે. રૂફ શીટિંગનું કામ પૂર્ણતાના આરે છે.

૪. વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન

આ સ્ટેશનની ડિઝાઇન વડના ઝાડની પ્રોફાઇલ અને પર્ણસૃષ્ટિથી પ્રેરિત છે, કારણ કે શહેરમાં ઘણા વડ વૃક્ષ જાેવા મળે છે. પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ૧૦ સ્લેબમાંથી ૦૩ સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે.

૫. ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન

સ્ટેશનના આગળના ભાગ અને ઇન્ટિરિયરની ડિઝાઇન સુતરાઉ વણાટ હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યો છે.રેલ લેવલ સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગનું કામ પ્રગતિમાં છે. સ્ટીલનું માળખું ઊભું કરવાનું કામ પ્રગતિમાં છે.

૬. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન

સુરત તેના હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, અગ્રભાગની ડિઝાઇન અને સ્ટેશનની આંતરિક બાબતો હીરાના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમારતનું સ્ટીલ સ્ટ્રક્ચરલનું કામ પૂર્ણ થયું છે અને અંતિમ કાર્ય ચાલુ છે. એપ્રોચ અને ક્રોસ ઓવર સેક્શન ઇરેક્શનનું કામ (મુંબઇ તરફ) પૂર્ણ થયું છે. અગ્રભાગ અને છતની શીટનું કામ ચાલી રહ્યું છે.

૭. બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન

સ્ટેશનના અગ્રભાગની ડિઝાઇનનું આંબાના બગીચાઓની અમૂર્ત રજૂઆત તરીકે આયોજન કરવામાં આવ્યું છે.

રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થવાના આરે છે.

૮. વાપી બુલેટ ટ્રેન સ્ટેશન

અગ્રભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ અને સ્ટેશનના આંતરિક ભાગો ગતિની રજૂઆત છે. રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થયું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution