21, જુલાઈ 2024
વોશિગ્ટન: અમેરિકામાં ચાલુ વર્ષના નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ટ્રમ્પ અને બાઈડેન વિવિધ સ્થળે રેલીઓ યોજી રહ્યા છે. ચૂંટણી રેસમાં બાઈડેનનું વજન ઓછું છે જ્યારે ટ્રમ્પની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. મિશિગમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જંગી માનવમેદનીને સંબોધિત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, મેં લોકતંત્ર માટે ગોળી ખાધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કટ્ટર હરિફ અને ડેમોક્રેટિક પાર્ટીની મજાક ઉડાવી હતી. રાષ્ટ્રપતિ જાે બાઈડેનની ઉંમર અને ફરીથી ચૂંટણી જીતવા અંગેને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જેથી ટ્રમ્પે બાઈડેનને ચૂંટણીની રેસમાંથી હટવા કહ્યું હતું. ટ્રમ્પે પોતાના ૧૨ હજારની માનવમેદનીને સંબોધિત કરતા કહ્યું કે તેમને ખબર નથી કે તેની તેના ઉમેદવાર કોણ છે. આ ઉપરાંત લોકતંત્રને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી. પોતાના ઉગ્ર પરંતુ સામાન્ય રીતે અસ્પષ્ટ ભાષણમાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ ઉમેદવારે ઈમિગ્રેશન મુદ્દે પોતાના કટ્ટર વિચારો પર જાેર આપ્યું હતું. ઉપરાંત ગુના વિશે જૂઠ પણ બોલ્યા હતા.
ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત વિદેશી આપખુદ શાસકો પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પેન્સિલવેનિયામાં એક રેલીમાં સંબોધનમાં એક બંદૂકધારી યુવકે તેમની હત્યાના પ્રયાસના થોડા સેકંડ પછીની ઘટનાને યાદ કરી હતી. જ્યારે તેઓ લોહીથી લથપથ હતા અને સિક્રેટ સર્વિસ એજન્ટોથી ઘેરાયેલા હતા, તેઓએ હાથ અદ્ધર કરી પોતાના ટેકેદારોને ચીસો પાડીને કહ્યું કે “લડજાે.”