બુશ,ક્લિન્ટ અને ઓબામા ટીવી પર લાઇવ ઇવેન્ટમાં વેક્સિન લગાવે તેવી શક્યતા

ન્યુયોર્ક-

બ્રિટનમાં કોરોના વેક્સિનની મંજૂરી આપી દેવાઈ છે. અમેરિકામાં ઝડપથી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું અપ્રુવલ મળી શકે છે. અમેરિકાના 3 પૂર્વ પ્રેસિડેન્ટ્‌સે ર્નિણય કર્યો છે કે તે ટીવી પર લાઈવ ઈવેન્ટમાં વેક્સિન લગાવી શકે છે. જેની કવાયતનો હેતું લોકોમાં વેક્સિન અંગેની આશંકાઓ અને બીકને દૂર કરવાનો છે.

બીજી બાજુ, પ્રેસિડેન્ટ ઈલેક્ટ જાે બાઈડન અને વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જેવી જ વેક્સિનને અપ્રુવલ મળશે, તેને જરૂર લગાવડાવશે. ખાસ વાત તો એ છે કે આ મામલામાં હજુ સુધી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ બોલ્યા નથી. ‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ પ્રમાણે, વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે એ આશંકાઓ અંગે જવાબ આપી દીધો છે કે તેમને કોરોના વેક્સિન લગાવવા માટે થોડીક પરેશાની છે. હેરિસે કહ્યું કે, જેવી જ વેક્સિનને મંજૂરી મળશે તો હું તેને લગાવીશ. અમે બસ મંજૂરીની રાહ જાેઈ રહ્યાં છીએ 

બાઈડન અને હેરિસે CNN ના જેક ટેપર શોમાં ભાગ લીધો અને તે વખતે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા. બાઈડને પણ સ્પષ્ટ કરી દીધું કે, તે વેક્સિન માટે પુરી રીતે સંતુષ્ટ છે કે તે એકદમ સુરક્ષિત હશે. બાઈડને કહ્યું કે, હું વેક્સિન લગાવવા માટે એકદમ તૈયાર છું. હું ઈચ્છું છું કે, હું આ વેક્સિન બધાની સામે લગાવું. તેના વિશે ડર અને આશંકાઓ ના રાખશો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution