૪૦ કિલો સોના મામલે વેપારીનું અપહરણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026  |   2178

અમદાવાદ, અમદાવાદના રાણીપમાં રહેતા રાકેશ તિવારીએ રાણીપ ફરિયાદ નોંધાવી હતી કે તે સોનાનો વેપાર કરે છે. વર્ષ ૨૦૧૬થી રાકેશ સોનાની લે-વેચનો ધંધો કરી રહ્યો છે. રાકેશ માણેકચોકમાં આવેલા જય માતાજી જ્વેલર્સના માલિક સંદિપસિંહ પાસેથી સોનું ખરીદતો હતો. સંદિપસિંહ પાસેથી રાકેશે અત્યારસુધીમાં ૪૦ કિલો સોનું ખરીદી કર્યું હતું. આ તમામ સોનું તેણે સેફ કસ્ટડીમાં રાખ્યું છે.૪૦ કિલો સોનું ખરીદવા માટે રાકેશે તેના મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. આ સોનું સંદિપસિંહ પાસે વેચવાનું હોવાથી તેણે ભાવ બાબતે રાકેશે વાત કરી હતી. થોડા સમય પહેલા રાકેશ તેની દુકાનથી કાર લઈને મિત્ર મહિપાલસિંહ રાજપુતને મળવા માટે ગયો હતો. મહિપાલસિંહ પાસે સોનાની લેનદેન મામલે રાકેશને થોડુ મનદુ:ખ થયું હતું. આ બાબતની ચર્ચા કરવા માટે ગયા હતા.મહિપાલે કોઈને ફોન કર્યો હતો ત્યારે એક સાથે દસથી વધુ માણસો આવી ગયા હતા. તમામ લોકોએ રાકેશને ઉંચો કરીને હેરીયર કારમાં બેસાડી દીધો હતો. રાકેશની આંખે પાટા બાંધી દીધા હતા અને દોઢ કલાક સુધી તેને કારમાં ફેરવ્યો હતો. મહિપાલસિંહે કાર એક જગ્યાએ ઉભી રાખી હતી અને રાકેશને નીચે ઉતારીને આંખોના પટ્ટા ખોલી દીધા હતા. આંખો ખોલતાની સાથે જ તેને ગાયો ભેંસો દેખાઈ હતી. રાકેશ કઈ વિચારે તે પહેલા મહિપાલસિંહ સહિતના લોકોએ તેને ખુબ મારમાર્યો હતો.મહિપાલસિંહે ધમકી આપી હતી કે, તને મારી કાપી નાખીશું. અમારુ સોનું આપ. ત્યાર બાદ રાકેશની આંખ પર ફરીથી પટ્ટી બાંદીને ગાડીમાં બેસાડી દીધો હતો અને અડઘો કલાક બાદ કન્ટ્રક્શન સાઈટ પર લઈ ગયા હતા. તમામ લોકોએ રાકેશને એટલે માર્યો હતો કે તે અર્ધબેભાન હાલતમાં થઈ ગયો હતો. ત્યારબાદ રાકેશને રૂમમાં પૂરી દીધો હતો. વહેલી સવારે રાકેશના પાર્ટનર સંજય પટેલનું પણ અપહરણ કરીને મહિપાલસિંહ લઈને આવ્યો હતો.સંજય પટેલને એટલી હદે મારમાર્યો હતો કે તેને પણ બેભાન થઈ ગયો હતો. બન્નેને આંખો પર પટ્ટી બાંધીને કેરીના બગીચામાં લઈ ગયા હતા. મહિપાલસિંહના સાગરીતોએ તેને છરી બતાવીને ધમકી આપી હતી. આ સિવાય બન્ને પટ્ટાથી સતત મારમાર્યો હતો. ફરીથી બન્નેની આંખ પટ્ટો બાંધીને કન્ટ્રક્સન સાઈટ પર લાવ્યા હતા જ્યાં તેમને ચા-પાણી નાસ્તો કરાવ્યો હતો. રાકેશે દુબઈના ઈમિતાયઝ સાથે મહિપાલસિંહની વાત કરાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution