ભાજપા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત દ્વારા મ્યુ. કમિ.ને કેરીની પેટીઓની ભેટ!?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2022  |   990

વડોદરા, તા.૨૦

તાજેતરમાં જ પાર્કિંગ બાબતે ઝપાઝપીના બનાવથી વિવાદમાં આવેલા તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ વિવાદમાં રહેલા શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ગુરુવારે પાલિકાની ઓફિસમાં હાફૂસ કેરીના બોક્સ લઈને કમિશનર કચેરીમાં પહોંચતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. મ્યુનિ. કમિશનરને કેરીથી મોં મીઠું કરાવવા માટે ભાજપા યુવા મોરચાના પ્રમુખને જરૂર કેમ પડી? તે અંગે રાજકીય મોરચે અને પાલિકાવર્તુળોમાં ચર્ચાનો મુદ્‌ો બન્યો હતો.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં પોતાના પક્ષના જ કાઉન્સિલર પર અપહરણના આક્ષેપ કરનાર પાર્થ પુરોહિતને શહેર ભાજપા યુવા મોરચાનો પ્રમુખ

બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ પાર્કિંગ બાબતે ઝપાઝપી કરતાં ફરી યુવા મોરચાનો પ્રમુખ પાર્થ પુરોહિત વિવાદમાં આવ્યો હતો. જાે કે, આ મામલે કોઈ ફરિયાદ થઈ ન હતી.

ત્યારે ગુરુવારે મોડી સાંજે શહેર ભાજપા યુવા મોરચાનો પ્રમુખ પાર્થ પુરોહિત હાફૂસ કેરીની ત્રણ પેટીઓ લઈને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં કમિશનર કચેરીએ પહોંચતાં મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયો હતો. જાે કે, પાર્ટીમાં કોઈ પદ મેળવવું હોય તો નેતાઓની પગચંપી કરવી એ સામાન્ય બાબત છે. પરંતુ સનદી અધિકારીને કેરીઓ આપવા જવા રાજકીય પક્ષનો હોદ્દેદાર કેમ પહોંચ્યો? તે અંગે અનેક તર્કવિતર્ક સાથે પાર્થ પુરોહિત કેરીઓની પેટીઓ લઈને જાતે પહોંચ્યો કે કોઈ આકાઓએ મોકલ્યો તે અંગેની ચર્ચા પણ ભાજપા મોરચે શરૂ થઈ છે. જ્યારે બીજી તરફ કમિશનરને કેરીથી મોં મીઠું કરાવવા માટે ભાજપા યુવા મોરચાના પ્રમુખને જરૂર કેમ પડી? તે અંગે પણ રાજકીય પક્ષોમાં અને પાલિકાની લૉબીમાં જાેરશોરથી ચર્ચાનો મુદ્‌ો બન્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution