મોરબી,
પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોરબીમાં ભાજપના ઉમેદવારને લઈને હાલ સોશિયલ મીડિયામાં વોર શરૂ કરવામાં આવી છે રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ નિભાવવા આવી પહોંચેલા બ્રિજેશ મેરજા ને ટિકિટ મળે તેવા તેમના કાર્યકર્તાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાના સમર્થકો દ્વારા તેવા પ્રયાસો કરવામાં પણ આવી રહ્યા છે કે આગામી સમયમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મળે.
તો બીજી તરફ પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા નું ગ્રુપ પણ હાલ સક્રિય બન્યું છે. આમ હાલ મોરબીના રાજકારણમાં કોંગ્રેસ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ વિરુદ્ધ ભાજપ રમત રમી રહ્યું હોય તેમ સોશિયલ મીડિયામાં વોર જામેલી જોવા મળી રહી છે.