વડોદરા,તા.૬

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૪૮ કરજણ હાઈવે પર ભરથાણા ટોલ પર પેટ્રોલ ભરેલ ટેન્કરની બ્રેક ફેઈલ થઈ જવાનાં કારણે ટેન્કર ટોલનાકાનાં કેબિનમાં ખુરદો બોલી ગયો હતો. આ બનાવને કારણેલ ટોલનાકાનાં કર્મચારીએનાં જીવ તાળવે ચોટી ગયા હતા.નસીબ જાેગ કોઈ કર્મચારીને ગંભીર ઈજાઓ થવા પામી ન હતી.

જાે કે આ ધટનાને પગલે ભારે અફરા તફડીનો માહોલ જામી ગયો હતો.તેમજ ટોલગેટ પર ટ્રાફીક જામનાં દૃશ્ર્યો સર્જાયા હતા.આ બનાવની મોડી રાત સુધી કોઈ ફરિયાદ કે ગુનો નોંધાયો ન હતો.

આ ચકચારી બનાવની વિગત પ્રાપ્ત મુજબ એવી છે કે રાષ્ટ્રીયધોરી માર્ગ નં.૪૮ ઉપર કરજણ હાઈવેનાં ભરથાણા ટોલનાકા આવેલ છે.આ ટોલનાકા ઉપર રાબેતા મુજબ આવન જાવન કરતાં નાના-મોટા વાહનોનો ટેક્ષ ઉધરાવવાની કામગીરી ચાલી રહી હતી. તે વખતે હાઈવે પર દોડતી આવેલી પેટ્રોલ ભરેલ ટેન્કર ચાલક ભરથાણા ટોલ નાકા પરથી પસાર થવા માટે ટોલનાકા તરફ આવી રહ્યો હતો. પેટ્રોલ ભરેલ ટેન્કરની બ્રેક ફેઈલ થઈ જતાં ટેન્કર ચાલક પૂર ઝડપે દોડતી ટેન્કર સાથે ટોલનાકાની કેબિનને ધડાકા સાથે અથડાયો હતો. અને કેબિનનો કચ્ચરધાણ બોલાવી ટેન્કર કેબિનમાં ધૂસી ગઈ હતી.નસીબ જાેગ તેજ સમયે કર્મચારી કેબિનની બહાર કામ અર્થે બહાર નીકળ્યો હતો.જેથી તેનો આબાદ બચાવ થયો હતો. જાે કે આ બનાવને પગલે અન્ય ટોલ કર્મચારીઓનાં જીવ તાળવે ચોટી ગયા હતા. આ સમગ્ર બનાવ સી.સી.ટી.વી.માં

કેદ થયો હતો.નસીબજાેગ પેટ્રોલ ભરેલ ટેન્કરને નુકશાન થવા પામ્યું ન હતું બિન સત્તાવાર જાણવા મળ્યા મુજબ આ પેટ્રોલનું ટેન્કર રાજકીય અગ્રણીનું હોવાનું ચર્ચાય રહ્યુ છે. જાે કે આ અકસ્માતનાં બનાવમાં થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટેનું સમાધાન થવાની વકી હોવાથી અત્યાર સુધી કોઈ કાનૂની કે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.