કેબિનેટમાં ચર્ચા: અધિકારીઓ નિવૃત્તિ પછી ૨૦ વર્ષ પુસ્તકો પ્રકાશિત નહીં કરાવી શકે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2026  |   1881


નવી દિલ્હી,સરકાર નિવૃત્ત અધિકારીઓ માટે ૨૦ વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડ પર વિચાર કરી રહી છે. આ ર્નિણય પૂર્વ આર્મી ચીફ નરવણેના અપ્રકાશિત પુસ્તક પર થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો છે. સરકાર નિવૃત્તિ પછી પુસ્તકો લખતાં પહેલાં મિલિટરી અધિકારીઓ સહિત શક્તિશાળી પદો પર બેઠેલા અધિકારીઓ માટે ૨૦ વર્ષનો કૂલિંગ-ઓફ પિરિયડ શરૂ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નરવણેના પુસ્તક પર ચર્ચા થઈ હતી. ઘણા મંત્રીઓનું માનવું હતું કે શક્તિશાળી પદો પરથી નિવૃત્ત થયેલા લોકો માટે એક કૂલિંગ-ઓફ પિરિયડ હોવો જાેઈએ. અધિકારીઓએ કહ્યું હતું કે આ મુદ્દો કેબિનેટના સત્તાવાર ૨૭-પોઈન્ટ એજન્ડાનો ભાગ ન હતો, પરંતુ સામાન્ય ચર્ચાના ભાગ રૂપે સામે આવ્યો. આ અંગે ટૂંક સમયમાં આદેશ જાહેર થઈ શકે છે. પૂર્વ આર્મી ચીફ નરવણેના મેમોઇર ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીને લઈને વિવાદ ૨ ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મેમોઇરમાં જણાવેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારે તેના પર સખત વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે પુસ્તક પ્રકાશિત થયું નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution