અમદાવાદ-

રખિયાલના જનરલ હોસ્પિટલ ખાતેના રાજીવનગર ના એક મકાનમાં અમેરિકા દેશના નાગરિકોને અમેરિકન બેંકમાંથી લોન લીધેલી હોય જેને હપ્તા ન ભર્યા હોય એવા નાગરિકોની માહિતી મેળવી હપ્તા નહિ ભરો તો બેંકનું ખાતું બંધ થઈ જશે અને ચેક બાઉન્સ થવાની લેખિત માં ઈમેઈલ દ્રારા માહિતી મોકલીને પૈસા પડાવતું કોલ સેન્ટર પર રખિયાલ પોલીસે દરોડો પાડીને કોલ સેન્ટરનો પર્દાફાશ કરી બે આરોપીની ધરપકડ કરી છે. તથા આ બંન્ને આરોપીને લીડ આપનાર એક યુવકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં અવાર નવાર વિદેશીનાગરી પાસેથી પૈસા પડાવતા કોલ સેન્ટરો ઝડપાયા છે ત્યારે વધુ એક કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પી.એસ. આઇ એ.વી. ભાટિયાને બાતમી મળી હતી કે, કેટલાક લોકો પોતાના આર્થિક ફાયદા સારું જનરલ હોસ્પિટલ પાસેના રાજીવનગર ના એક મકાનમાં સુરેશ ઠાકોર અને બીજા માણસો સાથે અમેરિકા દેશના નાગરિકો અમેરિકન બેંકમાંથી લોન લીધેલી હોય જેને હપ્તા ન ભર્યા હોઈ એવા નાગરિકોની માહિતી મેળવી તમારા હપ્તા નહિ ભરોતો બેંકનું ખાતું બંધ થઈ જશે અને ચેક બાઉન્સ થવાની લેખિત માં ઇમેઇલ દ્વારા માહિતી મોકલી કહેતા કે, પૈસા ભરશો તો,તમારું બેંક નું ખાતું ચાલુ રહેશે અને ચેક બાઉન્સ પણ નહિ થાય કહી પૈસા ભરવાનું કહેતો હતો. બીજી તરફ પૈસા કેશમાં વિડરોલ કરવા માટે money pack નામના કાર્ડ ની ખરીદી કરાવડાવી નંબર મેળવી નાગરિક પાસે પ્રોસેસ કરાવી અલગ અલગ અંગડિયાથી રેકોડ મેળવતો હતા. જેથી બાતમીના આધારે પી. એસ. આઇ એમ.વી. ભાટિયા અને પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાડી જગ્યા દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સુરેશ ઠાકોર અને નરેન્દ્ર ઉર્ફે નરેશ કોરડિયાને ઝડપીને કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ સહીત કુલ રૂ.91 હજારનો મુદ્દામાલ મળી આવતા રખિયાલ પોલીસે જપ્ત કર્યો છે. બાદમાં આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રવી જગેસીયા અને તેના સાથીદાર દ્રારા લીડ મળતી અને મની પેક કાર્ડની પ્રોસેસ કરી આપતા હતા. જેથી પોલીસે તામામ લોકોના વિરુદ્ધમાં અમેરિકન નાગરિકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી નહીં પકડાયેલ રવી અને તેના મળતિયાઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.