અમદાવાદ મનપામાં કાર પુલિંગનો અમલ કરાયો: જાહેર પરિવહનના ઉપયોગની સૂચના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026  |   2277

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર કરી જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે કારનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે કાર પુલીંગ કરીને આવવાનુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહતમ ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

ફિલ્ડ વિઝીટમાં પણ કાર પુલિંગ અને ટુ વ્હીલર શેરિંગ

જે અધિકારીઓને ફીલ્ડ વિઝીટમાં જવાનુ હોય તેમણે સાથી અધિકારી-કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને કે ટુ વ્હીલર શેરીંગ કરીને ફિલ્ડ વિઝીટમાં જવાનુ રહેશે. જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલર શેરીગ કરીને આવવા જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution