જાણીતા એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ આચારસંહિતાનો ભંગ બદલ કેસ


મુંબઈ : એક્ટર અલ્લુ અર્જુન અને રૂજીઇ કોંગ્રેસ પાર્ટી ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સંહિતા ભંગનો કેસ કરવામાં આવ્યો છે. બંને પર ધારાસભ્યના નિવાસસ્થાને પરવાનગી વિના મોટી જાહેર સભા યોજવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય રેડ્ડીએ કથિત રીતે અલ્લુ અર્જુનને કોઈ પણ મંજૂરી વગર સભા માટે નંદ્યાલા મતવિસ્તારમાં બોલાવ્યા હતા. આવી સ્થિતિમાં, તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ધારાસભ્ય રેડ્ડી તેમજ અલ્લુ અર્જુન વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આ કેસ આંધ્ર પ્રદેશના નંદ્યાલા મતવિસ્તારમાં ચૂંટણી પર નજર રાખવા માટે નિયુક્ત નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર પી. રામચંદ્ર રાવ દ્વારા કેસ કરવામાં આવ્યો છે. આ પહેલા શનિવારે, વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીને તેમના નિવાસસ્થાને વિશાળ ફેન્સની હાજરી વચ્ચે મળ્યા પછી, અલ્લુ અર્જુને સ્પષ્ટતા કરી કે તે તેના મિત્રની મદદ કરવા નંદ્યાલા આવ્યો હતો. તેઓ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરતા નથી. તેમની મુલાકાત એક મિત્ર માટે હતી. અભિનેતા અલ્લુ અર્જુને આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "હું અહીં મારી સ્વતંત્ર ઇચ્છાથી આવ્યો છું. જાે મારા કોઈ મિત્ર, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં હોય, મારી મદદની જરૂર હોય, તો હું આગળ આવીશ અને તેમને મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન કરું છું."

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અહીં લોકસભાની ૨૫ બેઠકો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution