લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026 |
વડોદરા |
2178
અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ને.હા. ૪૮ ઉપર આવેલ વાસદ તેમજ ખેડા ટોલના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવેલ છે કે હાલમાં કેટલીક ગાડીવાળા ટોલમાંથી પસાર થવા માટે જરૂરી પુરાવા ડુપ્લીકેટ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે તે પણ દ્ગૐછૈં ના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટગ ના માધ્યમ થી જ ઉપલબ્ધ છે.
ભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જાે ગાડી ચાલક ખોટા દસ્તાવેજ, જેવાં કે ગાડીની ઇઝ્ર બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફરજી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જુના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસુલાત કરાવવામાં આવશે. વધુમા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવેલ છે કે આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬ થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે જાે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડી માં હ્લછજી્ટ્ઠખ્ત થી અથવા ેંઁૈં જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ ેંઁૈં એપ્લિકેશન થી જ પેમેન્ટ વસુલવામાં આવશે.