તરસાલી-દંતેશ્વર રોડ, બાલભવન તેમજ નરહરિ હોસ્પિટલના બ્રિજ પાસે રખડતાં ઢોરો
21, નવેમ્બર 2023

વડોદરા, તા.૨૦

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા નવી કેટલ પોલિસીના અમલ બાદ પાલિકા તંત્ર દ્વારા રખડતાં ઢોર અને ગેરકાયદે ઢોરવાડા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જ્યા કચરાના ઢગલા પડેલા હોય છે ત્યાં હજી જાહેર માર્ગો પર રખડતાં ઢોર જાેવા મળી રહ્યાં છે.અને રખડતા ઢોરોના કારણે અકસ્માતો તેમજ ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટનાઓ પણ બની રહી છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોરોને પકડવાની કામગીરી સાથે ઢોરોના ટેગિંગ કરાયા નથી તેમને ટેગીંગ કરવાની કામગીરી,ગેરકાયદે ઢોરડબ્બાઓ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાલિકા તંત્ર દ્વારા પોલીસની મદદથી રખડતા ઢોરોના ત્રાસ પર નિયંત્રણ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાેકે,પાલિકા તંત્રની સધન કાર્યવાહી છતાં શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ જાહેર માર્ગો પર રખડતી ગાયો જાેવા મળે છે. શહેરમાં જ્યાં કચરાના ઢગલા પડેલા હોંય ત્યાં હજીપણ કેટલાક સ્થળે ઢોરોનો જમાવડો જાેવા મળી રહ્યો છે. તરસાલી-દંતેશ્વર રોડ, બાલભવન તેમજ નરહરી હોસ્પિટલના બ્રિજ પાસે ગાયોનો જમાવડો જાેવા મળ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution