લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
4455
મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી -૨૦૨૬ માં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક અંગે સીબીઆઇએ હવે સકંજાે કસ્યો છે. આ કેસમાં સીબીઆઇએ અત્યાર સુધીમાં ૫ આરોપીની ધરપકડ કરી છે.દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડીને તપા સતેજ કરી છે.
આ ધરપકડો અલગ-અલગ રાજ્યોમાંથી કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનના જયપુરથી ૩, હરિયાણાના ગુરુગ્રામથી ૧ અને મહારાષ્ટ્રના નાસિકથી ૧ આરોપીનો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રાલયની ફરિયાદના આધારે સીબીઆઇએ ૧૨ મેના રોજ એફઆઇઆર દાખલ કરી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને નવા કાયદા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સીબીઆઇએ હાલમાં એ શોધી રહી છે કે આ પેપર લીકનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કોઈ કોચિંગ સેન્ટર કે મોટા દલાલોની સંડોવણી છે કે કેમ?