ગઢડા-

ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનનો શૌચક્રિયાના સીસીટીવી ફૂટેજ વાઇરલ કરવા મામલે નવો ખુલાસો થયો છે.ચેરમેન હરિજીવન અને કોઠારી લક્ષ્મી નારાયણદાસજીના કહેવાથી મંદિરના પાર્ષદ અને ટેકેદાર વિપુલ ભગતે વાઇરલ કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. આ મામલે આજે બપોર બાદ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આમ હવે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવે તેવી શકયતા છે.

સાંખ્યયોગી મહિલાએ મંદિરના ચેરમેન અને કોઠારી સમયે રાજ્ય અને નેશનલ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં પણ ફરિયાદ કરી છે. એડવોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ થતાં અમરેલી પોલીસ હરકતમાં આવી છે. તેઓએ મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી છે, જાેકે નિવેદન લેશે કે ફરિયાદ લેશે તે માહિતી મળી નથી. મંદિર તરફથી નિવેદન આવ્યું છે કે તેઓએ આ કૃત્ય નથી કર્યું.

સાંખ્યયોગી મહિલાઓએ અરજી કરી હતી માટે તેમને આ ક્લિપ આપી હતી અને તેઓએ આ ક્લિપ મોકલી છે. જાે આ ક્લિપ આપી હોય તો ગુનો કબૂલ કરે છે કારણકે આવી ક્લિપ તેઓ આપી શકે નહીં તેઓ જાેઇ પણ શકે નહીં. આ કેસમાં પુરી તપાસ નહિ થાય તેવી આશંકા છે માટે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરી છે જેની કોપી મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડાને મોકલી આપી છે.