રાજપીપળા-વડોદરા, તા.૩

જુનાગઢના જાણીતા સંત ભારતીબાપુના અવસાન બાદ ભારતી બાપુના આશ્રમોની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં હરિફો દ્વારા બદનામ કરવાના પ્રયાસથી વ્યથિત થયેલા ભારતી બાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામીજી વડોદરામાં હાઈવે પર ઉતર્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થવાના બનાવની તપાસમાં હવે ક્રાઈમ બ્રાન્ચ પણ જાેડાઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાતા હરિહરાનંદ સ્વામી હાઈવે પર વડોદરાથી સુરત તરફના માર્ગ પર એકલા ચાલતા નીકળ્યા હોવાના સીસીટીવી કેમેરેના ફુટેજ પોલીસને સાંપડ્યા હતા. જાેકે ત્યારબાદ અન્ય સ્થળના સીસીટીવી કેમેરાના ફુટેજમાં તેમના કોઈ સગડ નહી મળતા હરિહરાનંદ સ્વામી કોઈ વાહનમાં બેસીને આગળ રવાના થયા હોવાનું મનાય છે.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે નર્મદા કિનારે જાણીતા સંત મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ.ભારતી બાપુનો આશ્રમ આવેલો છે.ભારતી બાપુની જૂનાગઢ, સરખેજ સહિત અનેક આશ્રમોની કરોડોની જમીનો અને સંપત્તિ છે. થોડા મહીનાઓ પહેલા ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના આશ્રમો અને સંપત્તિનો વિવાદ થયો હતો.તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીજીને જાહેર કરવામાં આવ્યા અને તેમના નામે વિલ કરાયા હોવાની વાત ચર્ચાઈ રહી હતી. પરંતુ પૂ.ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ બોગસ વિલ કર્યુ હોવાનો કેટલાક લોકોએ કર્યો આક્ષેપ સાથે દાવો કર્યો હતો. જે બાબતે હરિહરાનંદજી ચિંતિત હતા અને દુઃખી હતા.આમ યેનકેન પ્રકારે કેટલાક લોકો હરિભક્તો તેમના પર કીચડ ઉછાડતા તેઓ ખૂબ દુઃખી થયા હોવાનું હરિભક્તોએ પણ જણાવ્યું હતું.ત્યારે આ વિવાદથી કંટાળીને સ્વામી હરિહરાનંદે એક વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે હું બધું છોડીને નીકળી જાવ છું, આમ તેઓ છેલ્લાં ૩ દિવસથી લાપતા છે.

કેટલાક હરિભક્તો તેમની શોધાખોળ કરી રહ્યા છે.જાેકે આ બાબતે કેટલાક અનુયાયીઓએ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.પોલીસ પણ ગુમ હરિહરાનંદજીની શોધખોળ કરી રહી છે. સોમાનંદજીએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય બાપુ મહામંડલેશ્વર ૧૦૦૮ હરિહરાનંદજી બાપુ અહીંયા ૨૯ તારીખે સાંજે ૪ વાગે આવ્યા હતા.સવારના નાસ્તા બાદ ચકકર આવતા રિપોર્ટ કરાવવા અને દવા લેવા માટે તેઓ અમદાવાદ ગયા હતા. અમદાવાદથી નિકળી એમનું મન નર્મદામાં આવવાનુ હતું પરંતું તે વડોદરાના સેવક રાકેશ ડોડીયાને ઘરે ગયા હતા અને ત્યાં જમ્યા બાદ રાકેશને હાઈવે પર છોડવાનું કહ્યું હતું. રાકેશ તેમને હાઈવે પર કપુરાઈચોકડી પર ઉતારતા જ તેમણે રાકેશને તું હવે જા તેમ કહીને રવાના કર્યો હતો. જાેકે ત્યારબાદ તે હાઈવે પરથી જ ભેદી સંજાેગોમાં ગુમ થયા છે. હરિહરાનંદ સ્વામીને ખરેખરમાં ભારે માનસિક ત્રાસ આપી ટોર્ચરીંગ કરાતું હતું તેમજ ધાકધમકી પણ અપાતી હતી. આશ્રમની કરોડોની મિલકતને હડપવા કેટલાક લોકો ઋષિ ભારતીને સહયોગ આપે છે તો સરકારને મારી વિનંતિ છે આ બાબતે જવાબદાર વ્યકિતઓ વિરુધ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવે.

આ બનાવની તપાસમાં જાેડાયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોરા આશ્રમ ખાતે પહોંચી હતી અને પોલીસે આશ્રમમાં હરિહરાનંદ સ્વામીના ડ્રાઈવર તેમજ અત્રે સ્વામી વડોદરામાં જે સેવકના ઘરે રોકાઈને જેની કારમાં હાઈવે પર ગયા હોઈ તે સેવક રાકેશની પણ પુછપરછ કરી હતી. પોલીસે હાઈવે પર આવેલી ક્રિષ્ણા હોટલ અને તેનાથી આગળ આશરે ૩૦૦ મીટરના અંતરે આવેલા એક મકાનના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવ્યા હતા જેમાં હરિહરાનંદ સ્વામી એકલા જ ચાલતા વડોદરાથી સુરત તરફ જતા નજરે ચઢ્યા હતા.

ગુરુભાઈ ઋષિભારતીએ બોગસ વિલ બનાવ્યાનો આક્ષેપ

આ ઘટના બાબતે નર્મદા જિલ્લાના ગોરા ખાતે ભારતી બાપુ આશ્રમમાં રહેતા સોમાનન્દજી આનંદ મહારાજે ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કે ૨૦૨૧ માં જ્યારે ભારતી બાપુ દેવલોક પામ્યા ત્યારે જ પહેલા ફ્રોડ વિલ અમારા ગુરુભાઇ ઋષિ ભારતી બાપુએ બનાવ્યું હતું, પરંતુ ઓરીજનલ વિલ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના નામે છે. બાપુની આશ્રમની કરોડો રૂપિયાની જમીન મિલ્કતો પચાવી પાડવા માટે આ બોગસ બિલ બનાવવામાં આવ્યું છે.

અમદાવાદ-જુનાગઢના સંતોને નિવેદન માટે તેડું આ બનાવની તપાસ કરતા ઈ-ડિવીઝનના એસીપી ગૈાતમ પલસાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમ આશ્રમના કરોડો રૂપિયાની મિલકતનો વિવાદ અને બોગસ વિલની વાત સપાટી પર આવતા આ બાબતે પોલીસે જુનાગઢ તેમજ અમદાવાદ ખાતે આવેલા ભારતી બાપુના આશ્રમનો સંચાલકો અને સંતો તેમજ હરિહરાનંદ સ્વામી સાથે રહેતા સંતો-સેવકોની પુછપરછ શરૂ કરી છે અને આવતીકાલે અમદાવાદ-જુનાગઢના ભારતી બાપુ આશ્રમના ટ્રસ્ટીઓ-સંચાલકોને પુછપરછ માટે હાજર રહેવા જાણ કરી છે જેમાં વિલ સંદર્ભે પણ પુછપરછ કરાશે.

ભરૂચ-ડભોઈના આશ્રમો-મંદિરોમાં ગુમ સ્વામીની તપાસ

ક્રાઈમ બ્રાન્ચની ટીમને પ્રાથમિક તપાસમાં હરિહરાનંદ સ્વામી સુરત તરફ રવાના થયા હોવાની વિગતો સાંપડતા પોલીસે વડોદરાથી સુરત તરફ જવાના માર્ગ પર તેમજ આંતરિક ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરોમાં તપાસ કરી હતી અને મંદિરના મહારાજ અને ગ્રામજનોને હરિહરાનંદસ્વામીના ફોટા બતાવી તેમના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. સ્વામી કોઈ આશ્રમમાં આશરો લેતા હોવાનું પણ અનુમાન હોઈ ક્રાઈમ બ્રાંચની ટીમે આજે ડભોઈ અને ભરૂચમાં આવેલા મોટાભાગના તમામ આશ્રમોમાં પણ તપાસ કરી હતી પરંતું ગુમ સ્વામીના કોઈ સગડ મળ્યા નહોંતા.

કોઈ શોધી ના શકે તે માટે હરિહરાનંદ સ્વામી મોબાઈલ ગાડીમાં છોડ્યો

હેરાનગતિથી કંટાળીને આશ્રમ છોડી હાલમાં અકાંતવાસમાં ચાલ્યા ગયા છે. પોતાની પાસે જાે મોબાઈલ ફોન હશે તો તેના લોકેશન અને કોલ ડિટેઈલના આધારે ભક્તો અને પોલીસ કદાચ ૫ોતાનું લોકેશન શોધી નાંખશે તેવી ખાતરી હોય હરીહરાનંદ સ્વામી ગાડીમાં જ પોતાનો મોબાઈલ ફોન ત્યજીને રવાના થયા હતા.