કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પત્ર લખીને લોકોને વાલ્વવાળા N-૯૫ માસ્ક પહેરવા વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે તેનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી અને આ કોવિડ-૧૯ મહામારીને રોકવા માટે ઉઠાવેલા પગલાઓથી 'વિરુદ્ધ' છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા મામલાના પ્રધાન સચિવોને પત્ર લખીને કહ્યું છે કે, સ્વાસ્થ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો N-૯૫ માસ્કનો 'ખોટો ઉપયોગ' કરી રહ્યા છે. ખાસ કરીને જેમાં વાલ્વ લાગેલું હોય છે. 'તમારા ધ્યાનમાં લાવી દઈએ કે વાલ્વ લાગેલા N-૯૫ માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા અપનાવેલા પગલાઓની વિરુદ્ધ છે, કારણ કે તેનાથી આ વાયરસ માસ્કની બહાર આવતા નથી રોકાતો.

તેને ધ્યાનમાં રાખીને હું તમને વિનંતી કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપો તે તેઓ ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને N-૯૫ માસ્કના ખોટો ઉપયોગને રોકો. જણાવી દઈએ કે લોકો મોટી સંખ્યામાં N-૯૫ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.